ભાણવડ તાલુકાનું કબરકા એક નાનકડું ગામ આવેલું છે અને ત્યાં રાજુ ભાઈ સામતભાઈ રાવલિયા રહે છે. તેઓ આમ તો ખેતી કામ કરે છે. પરંતુ તેમની પાસે એક્સ્ટ્રા આવડત ઘણી છે. જેમ કે વીજ જોડાણનું કામ કરવું.
હાલમાં ગુજરાતમાં ચારેકોર અંધારપટ થઈ ગયો છે. કારણ કે કુદરતી જળબંબાકારને કારણે અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાય ગયો છે. તેથી PGVGL ના કાર્યકરો બધી જગ્યા પર પહોંચી ન વળતાં રાજુ ભાઈ રાવલિયા તેમના વિસ્તારમાં વીજ જોડાણનું નિ:સ્વાર્થ કાર્ય કરી રહ્યાં છે.
રાજુભાઈ તેઓની આ આવડત થકી વિપદાના સમયમાં સમાજ સેવા કરતા હોવાનું દેખાય છે. આવા સાહસિક અને સામાજિક કાર્યકર રાજુ ભાઈને વિસ્તારના લોકો અને ભાણવડ તાલુકાના લોકો આભાર માની રહ્યા છે