કચ્છના મુન્દ્રા ખાતે બે દિવસ અગાઉ આરટીઓ અધિકારી અને એક વ્યાવસાયિક સંગઠનના ઉપપ્રમુખ વચ્ચે થયેલી બબાલનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે ચકચાર મચાવી હતી. તો જિલ્લાભરની સાથે સમગ્ર રાજ્યમાં આ વીડિયોએ ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનના ઉપપ્રમુખ આરટીઓ અધિકારી અને તેના ઇન્સ્પેક્ટરને તમે હપ્તા લો છો તેવા આક્ષેપો કરતા જાેવા મળી રહ્યા છે. માર્ચ એન્ડીંગ એટલે કે નાણાકીય વર્ષ પૂર્ણતાના આરે હોવાથી કચ્છ આરટીઓ દ્વારા કરવામાં આવતી દંડાત્મક પ્રવુતિઓ ભાગરૂપે એક ઝુંબેશ અંતર્ગત શનિવારે કચ્છ આરટીઓ અધિકારી, અન્ય આરટીઓ ઇન્સ્પેક્ટર સાથે મુન્દ્રા પોર્ટ નજીક ટેકસ ન ભરેલા વાહનોને દંડ ફટકારતા હતા.
ત્યારે જ એક ટ્રકને દંડ ફટકાર્યા બાદ મુન્દ્રા વ્યાવસાયિક એસોસિયેશનના ઉપપ્રમુખે તે ટ્રકને ડિટેન ન કરવા વિનંતી કરી હતી. આરટીઓ અધિકારીએ સ્થળ પર જ એ ટ્રક ડીટેન કરતા સંગઠનના ઉપપ્રમુખે આરટીઓની કામ કરવાની પદ્ધતિ પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે આરટીઓ મુન્દ્રા પોર્ટ પર ચાલતા ટેકસ ન ભરેલા અને ઓવરલોડ વાહનોને દંડ નથી કરતું અને નાના ધંધાર્થીઓને પરેશાન કરે છે. સાથે જ આક્ષેપ પણ કર્યો હતો કે પોતાના ફોલ્ડરિયા થકી આરટીઓ મોટા ધંધાર્થીઓ પાસેથી હપ્તા લે છે.
આરટીઓના અધિકારીઓ પણ આક્ષેપો કરતા પૃથ્વીરાજસિંહ જાડેજાએ ઝીમીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નાના ધંધાર્થીઓની ગાડીઓને દંડ કરવામાં આવે છે જ્યારે મોટા ઓવેરલોડ વાહનો આરટીઓ અધિકારીઓની સામેથી પસાર થતા હોય છે તો તેમને દંડ ફટકારવામાં આવતો નથી. પોર્ટ પરના ઝ્રહ્લજી માં અનેક જૂના નાગાલેન્ડ પાસિંગના વાહનો ચાલુ છે, તથા જેમને ટેકસ નથી ભર્યો તેવા વાહનો પણ ચાલુ છે. બબાલ બાદ એસોસિએશનના અગ્રણી આરટીઓ અધિકારીઓને મુન્દ્રા પોર્ટ પર આવેલા સીએફેએસ ખાતે લઇ ગયા હતા અને ત્યાં અનેક વાહનોને દંડ ફટકાર્યો હતો.
આ થકી આરટીઓ દ્વારા બે દિવસોમાં રૂ. એક કરોડથી વધારેની રકમના દંડ ફટકાર્યા છે. તે બાદ પણ પોર્ટ પર ડીટેન કરાયેલા ભારે મશીનરીવાહનો રાબેતા મુજબ ચાલતા હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. આ મુદ્દે આરટીઓ અધિકારી પટેલના બદલે આસિસ્ટન્ટ આરટીઓ નીરવ બક્ષીએ જણાવ્યું હતું કે ટેક્સ વસૂલાત માટે ચાર ચેકપોસ્ટે ટીમ ૨૪ કલાક કાર્યરત હોય છે. ઓવરલોડ વાહનો પણ પસાર થતા હોય છે ત્યારે તેના પર અને ગુજરાત સરકારના જે રોલ ટેક્સ એ તે પણ જે વાહનોને નથી ભર્યો તેને દંડ ફટકારવામાં આવી રહ્યો છે અને વાહનો ડિટેઇન કરવામાં આવી રહ્યા છે.
હાલમાં આરટીઓના ૩૦૦ કરોડના ટાર્ગેટ સામે ૨૪૨ કરોડની આવક થઈ ચૂકી છે. આ ઉપરાંત વાઈરલ વિડિયો અંગે માહિતી આપતા આરટીઓના અધિકારીઓને જણાવ્યું હતું કે મુન્દ્રા અદાણી પોર્ટ પરના સીએફએસના વિસ્તારમાં જે વાહનો ટેકસ ભર્યા વિના ફરી રહ્યા છે ત્યારે આરટીઓ અધિકારીઓ દ્વારા પોર્ટની પરવાનગી સાથે અંદર તપાસણી કરવામાં આવી હતી. અને અંદર ઘણા બધા વાહનો કે જેને ટેક્સ નથી ભર્યા તેવા વાહનોને દંડ કરવામાં આવ્યા હતા. જે મારફતે સરકારને મોટી આવક પ્રાપ્ત થઇ છે. બે દિવસના સમયગાળામાં ૪૪ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે.
ઉપરાંત જે વિડીયો વાયરલ થઇ રહ્યો છે અને આવા આરોપોની વાત કરવામાં આવી રહી છે તો આ એક સ્પેશિયલ ચેકિંગ કરવામાં આવ્યું હતું. ચેકિંગ સમય અમુક શખ્સો દ્વારા કરવામાં આવતી હોય છે કે અધિકારીઓ કઈ રીતે કામ કરે છે અને કઈ કઈ જગ્યાએ જાય છે. તો આ વખતે આ લોકોને સમય મળતાં તેમના વાહનો પણ દંડાય હતા. તો આ એસોસિએશનના જે વ્યક્તિ વાત કરે છે તેમની પણ અહીં ટ્રાન્સપોર્ટમાં ૨૦૦થી ૩૦૦ જેટલી ટ્રકો ચાલે છે.
તેમના જ વાહનો અધિકારીઓ પકડી રહ્યા છે તેવા આરોપો લગાવવામાં આવી રહ્યા હતા. અદાણી પોર્ટ પર આ વ્યક્તિ દ્વારા જ અનેક વાહનો પકડાવવામાં મદદ કરવામાં આવી હતી. આવી ડ્રાઇવ દરમ્યાન અનેક લોકો ખલેલ પહોંચાડે છે અને અમે માનવતાના ધોરણે હજુ તેમના વિરુદ્ધ સરકારી કામમાં દખલગીરી કરવા મુદ્દે ફરિયાદ દાખલ કરી નથી.