હિમાંશુ શેઠ
ભારતની સૌથી મોટી પ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સ કંપની સેફ એક્સપ્રેસે ગુજરાતમાં તેનો અલ્ટ્રા-મોર્ડન લોજીસ્ટિક્સ પાર્ક લોંચ કર્યો છે. ગુજરાતના ગુંદી ખાતે આ સેફ એક્સપ્રેસ લોજીસ્ટિક્સ પાર્ક લોંચ કરવામાં આવ્યો છે. આ તકે સેફ એક્સપ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ એસ.કે. જૈન, એસોસિયેટ વાઇસ પ્રેસિડેન્ટ ગુજરાત નારાયણ જયન, કાર્ગો રિલેશનશીપ મેનેજમેન્ટ, કોર્પોરેટ હેડ મનોજ મિત્તલ સહિતના અધિકારીઓ હજાર રહ્યા હતાં.
આ આધુનિક સુવિધા રાષ્ટ્રીય ધોરીમાર્ગ – 47 અમદાવાદ ભાવનગર ઉપર ભાયલા અને ધોળકા ઔદ્યોગિક વિસ્તાર વચ્ચે વ્યૂહાત્મક રીતે સ્થિત છે.
ગુજરાત ભારતમાં મહત્વપૂર્ણ આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. તે ભારતમાં બીજા ક્રમનું સૌથી મોટું કોટન ઉત્પાદક છે અને તેના કારણે ‘માન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા’ તરીકે પણ પ્રખ્યાત થયું હતું. સપ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સના પરિપ્રેક્ષ્યમાં ગુજરાત મહત્વપૂર્ણ છે. આ નવો લોજીસ્ટિક્સ પાર્ક તમામ ભારતીય રાજ્યો તેમજ ખાસ કરીને નજીકના જિલ્લાઓ અને ઔદ્યોગિક કેન્દ્રો સાથે ટ્રાન્ઝિશનલ કનેક્ટિવ સુવિધાઓ અને લોજીસ્ટિક્સ માટે નોડલ પેઇન્ટ તરીકે સેવા આપશે.
ગુજરાતમાં ગુંદી ખાતે સેફએક્સપ્રેસ લોજીસ્ટિક્સ સુવિધા 4 લાખ 30 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે, જે આધુનિક ટ્રાન્સશિપમેન્ટ અ 3પીએલ સુવિધાઓથી સજ્જ છે અને તે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરવાની સાથે-સાથે આ પ્રદેશની સ્ટોકેજ અને વેરહાઉસિંગની જરૂરિયાતોને પૂર્ણ કરશે. આ લોજીસ્ટિક્સ પાર્ક ક્રોસ-ડોક તથા એક સાથે 160થી વધુ વાહનોના લોડિંગ અને અનલોડિંગની ક્ષમતા ધરાવે છે. તેનો કોલમ વિનાનો વિસ્તાર 80થી વધુ ફૂટમાં ફેલાયેલો છે, જે સુવિધાની અંદર માલસામનની અવિરત હેરફેર સક્ષમ બનાવે છે. દરેક મોસમમાં માલસામાનના લોડિંગ અને અનલોડિંગ માટે આ સુવિધા 16 ફૂટ પહોળા કેન્ટીલીવર શેડથી સજ્જ છે.
સમગ્ર પ્રદેશમાં ફેલાયેલા સંખ્યાબંધ ઉદ્યોગો અને ઉત્પાદકોની સતત વધતી માગને પૂર્ણ કરવામાં સપ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગુજરાતના ગુંદીમાં સેફએક્સપ્રેસ લોજીસ્ટિક્સ પાર્કનો ઉદ્દેશ્ય માળખાકીય ખાઇને ઘટાડીને કાર્યક્ષમ રીતે સપ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સની જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે.
આ લોજીસ્ટિક્સ સુવિધામાં આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી અગ્નિશામક ઉપકરણો અને પ્રશિક્ષિત માનવબળ છે. તે ઇન્ટિગ્રેટેડ રેઇનવોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમથી પણ સજ્જ છે અને તેમાં એક સમર્પિત ગ્રીન ઝોન છે, જે ઉર્જાનો ઉપયોગ ઘટાડવા માટે દિવસ દરમિયાન સૂર્યપ્રકાશનો ઉપયોગ કરશે. લોજીસ્ટિક્સ સુવિધા ખાતે કામગીરી ખૂબજ સુવ્યવસ્થિત છે, જે ગુજરાતમાંથી સમગ્ર ભારતમાં ઝડપી ટ્રાન્ઝિટ ટાઇમ સુનિશ્ચિત કરશે. અહીં ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કાર્યક્ષમ વેરહાઉસ મેનેજમેન્ટ સિસ્ટમનો સહયોગ ધરાવશે.
સેફએક્સપ્રેસ કામગીરીની શરૂઆત વર્ષ 1997માં તેના ગ્રાહકોને શ્રેષ્ઠ લોજીસ્ટિક્સ ડિલિવરી કરવાનું તથા તેમની સફળતા સુનિશ્ચિત કરવાના મીશન સાથે થઇ હતી. આજે કંપનીએ પોતાની જાતને નોલેજ લીડર તરીકે સ્થાપિત કરી છે અને તે ભારતમાં સપ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સ ઉદ્યોગમાં માર્કેટ લીડર છે.
સેફએક્સપ્રેસ એક્સપ્રેસ ડિસ્ટ્રિબ્યુશન, 3પીએલ અને કન્સલ્ટિંગ સહિતની ઇનોવેટિવ સપ્લાય ચેઇન સેફએક્સપ્રેસ વિશાળ શ્રેણી ઓફર કરે છે. કંપની એપરલ એન્ડ લાઇફસ્ટાઇલ, હેલ્થકેર, હાઇ-ટેક અને પબ્લિશિંગથી લઇનો ઓટોમોટિવ, એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રિકલ હાર્ડવેર, એફએમસીજી અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ જેવાં આઠ વિવિધ બિઝનેસ વર્ટિકલ્સમાં મૂલ્ય-વર્ધિત લોજીસ્ટિક્સ સર્વિસિસ પ્રદાન કરે છે.
સેફએક્સપ્રેસ તેના ગ્રાહકોને અદ્યતન લોજીસ્ટિક્સ સોલ્યુશન્સ ઓફર કરીને તેમને તેમની મુખ્ય ક્ષમતાઓ ઉપર કેન્દ્રિત કરવા માટે સક્ષમ બનાવે છે. કંપની વિશ્વસ્તરીય વેરહાઉસિંગ સપોર્ટથી લઇને માલસામાનની નિયત સમયમાં ડિલિવરી કરીને બિઝનેસને દરેક સ્તરે મહત્તમ મૂલ્ય ઉમેરવામાં મદદરૂપ બને છે.
સેફએક્સપ્રેસ છેલ્લાં અઢી દાયદાથી ભારતની આર્થિક વૃદ્ધિની ગાથામાં નોંધપાત્ર રીતે સામેલ રહ્યું છે. દેશની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપવાના ઉદ્દેશ્ય સાથે સેફએક્સપ્રેસે તેની કામગીરીને ભારત કેન્દ્રિત રાખી છે. કુલ 18 મિલિયન ચોરસ ફૂટથી વધુ વેરહાઉસિંગ વિસ્તાર સાથે સેફએક્સપ્રેસ 5000થી વધુ કોર્પોરેટ ક્લાયન્ટ્સને સપ્લાય ચેઇન અને લોજીસ્ટિક્સ સેવાઓ પ્રદાન કરે છે. તેના 8000થી વધુ જીપીએસ સક્ષમ વાહનો તથા દેશના સૌથી મોટાં ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક સાથે સેફએક્સપ્રેસ ભારતના તમામ 31169 પીન કોડ ઉપર ડિલિવરી કરીને દેશના દરેક ખૂણાને આવરી લે છે.