મૌલિક દોશી, અમરેલી: લાઠી તાલુકા ના દુધાળા ના હાલ સુરત ઉદારદિલ ઉદ્યોગ રત્ન રિવર મેન સવજીભાઈ ધોળકિયા ને ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય સન્માન પદ્યશ્રી પુરસ્કાર માટે પસંદગી થયા ના સમાચાર થી અસંખ્ય શુભેચ્છકો હેત ની હવેલી ખાતે આવી પહોંચ્યા લાખો વૃક્ષ ઉછેર કરનાર વૃક્ષ પ્રેમી રિવર મેન ને અભિનંદન પાઠવ્યા હતા તા૨૫/૧/૨૨ ની રાત્રે ટીવી સમાચારો માં સવજીભાઈ ને વિશેષ સેવા બદલ રાષ્ટ્રીય ફલક ઉપર મહામાહિમ રાષ્ટ્રપતિ ના વરદહસ્તે પદ્યશ્રી પુરસ્કાર મળશે.
તેવા સમાચાર આવતા ખૂબ ઠંડી હોવા છતાં મોડી રાત્રે હેત ની હવેલી ખાતે સમાજ શ્રેષ્ટિ ઓ યુવાનો સ્વંયમ સેવી રિવર મેન ને રૂબરૂ મળી શુભેચ્છા પાઠવી હતી કાળા ઉનાળે ધોમ ધખતા તાપ માં પોતે ખડે પગે મંદિર બાંધવા સમાંતર જળ મંદિરો નિર્માણ નું કપરું કાદય કરી તાલુકા નું પાણી માટે ભવિષ્ય સુરક્ષિત કરનારલાઠી તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નમૂના રૂપ કાર્ય કરી જળસંસાધન ક્ષેત્રે સ્વનિર્ભર વ્યવસ્થા ઉભી કરી.
પંચગંગા તીર્થ બનાવી વૃક્ષારોપણ જ નહીં વૃક્ષ ઉછેર માટે અને સ્વચ્છતા અભિયાન જેવી મુહિમો દ્વારા બેનમૂન પર્યટક સ્થળ બનાવી દેનાર સવજીભાઈ ધોળકિયા એ કોઈ પદ પ્રતિષ્ઠા ની અપેક્ષા વગર દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના માટે કરેલ કામ ની નોંધ ભારત સરકાર દ્વારા લેવાય હતી અને સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી પર હિત માટે પરસેવો વહાવી ભૂખ્યા કાજે ભોજન બનજો તરસ્યા નું થાજો નીર તેવા ઉદાર ભાવે કરેલ સેવા સુગંધી પુષ્પો માફક ફેલાય હતી યોગ્ય વ્યક્તિ નું યોગ્ય સન્માન થાય ત્યારે સમજાય કે સમાજ માં હકારાત્મકતાની નોંધ લેવાય છે સવજીભાઈ ધોળકિયા ને રાષ્ટ્રીય પુરસ્કાર થી સન્માન ના સમાચાર થી સર્વત્ર ખુશી વ્યાપી ગઈ હતી