મહિનાના પહેલા જ દિવસે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક બજારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે, શુક્રવારની સરખામણીમાં તે લગભગ રૂ. 900 પ્રતિ કિલો સસ્તો થયો છે. સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળ્યો છે.
ચાંદીના ભાવમાં જબરદસ્ત ઘટાડો
ફ્યુચર માર્કેટ એટલે કે MCX પર ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. મહિનાના પ્રથમ દિવસે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર ચાંદી શુક્રવારની સરખામણીમાં રૂ. 928 પ્રતિ કિલો સસ્તી થઈ અને રૂ. 84,282 પર પહોંચી ગઈ. શુક્રવારે ચાંદી રૂ.85,210 પર બંધ હતી.
સોનાના ભાવમાં પણ ઘટાડો થયો છે
સોમવારે ચાંદીની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડો થયો હતો. સોનું ફ્યુચર્સ માર્કેટમાં શુક્રવારની સરખામણીએ 98 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયું છે અને 71,513 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. શુક્રવારે સોનું 71,611 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
દેશના મુખ્ય શહેરોમાં 24-22-18 કેરેટ સોનાનો ભાવ
જો તમે આજે સોનું ખરીદવા જઈ રહ્યા છો, તો અમે તમને દેશના મોટા શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત વિશે જણાવી રહ્યા છીએ
શહેરનું નામ=24 કેરેટ સોનું/પ્રતિ 10 ગ્રામ=22 કેરેટ સોનું/પ્રતિ 10 ગ્રામ=18 કેરેટ સોનું/પ્રતિ 10 ગ્રામ
દિલ્હી=રૂ. 72,920=રૂ. 66,850=રૂ. 54,640
મુંબઈ=રૂ. 72,770=રૂ. 66,700=રૂ. 54,570
ચેન્નાઈ=રૂ. 72,770=રૂ. 66,700=રૂ. 54,570
કોલકાતા=રૂ. 72,770=રૂ. 66,700=રૂ. 54,570
અમદાવાદ=રૂ. 72,820=રૂ. 66,750=રૂ. 54,810
VIDEO: લગ્ન પછી કેવી રીતે હનીમૂન મનાવે છે કિન્નરો, દરેક પ્રશ્નનોના જવાબ સાંભળો તેમના જ શબ્દોમાં
કયા ખાતામાં રાખેલા પૈસા સૌથી વધુ જોખમમાં છે? RBIએ જણાવ્યું અને બેંકોને પણ આપી ચેતવણી આપી
નીતિન ગડકરીએ ટોલને લઈને લીધો મોટો નિર્ણય, હાલની સિસ્ટમનો અંત લાવ્યો; કરી દીધી નવી જાહેરાત
સ્થાનિક બજાર ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 2 સપ્ટેમ્બર, 2024ના રોજ, COMEX પર સોનું $6.77 ઘટીને $2,495.99 પ્રતિ ઔંસ પર પહોંચ્યું. ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે COMEX પર ગઈકાલની સરખામણીમાં $28.42 સસ્તો થયો છે.