એક તીર દો નિશાના…આ યોજનાથી લોકોની આવક વધશે,વીજમાં બિલ ઘટશે, જાણો વધુ

Desk Editor
By Desk Editor
Share this Article

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ‘પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, 75000 કરોડના રોકાણ હેઠળ એક કરોડ ઘરો પરના રૂફટૉપ સોલાર સિસ્ટમ દ્વારા વીજળી પહોંચાડવામાં આવશે, જેનાથી દર મહિને 300 વીજળી મફત અપાશે.

તેમણે દેશના યુવાનોને પણ આ યોજનાનો લાભ લેવા માટે અપીલ કરી છે

યોજનાથી લોકોની આવકમાં પણ થશે વધારો

આ ઉપરાંત યોજનાથી લોકોની આવક વધારવામાં પણ મદદ મળશે, વીજ બિલ ઘટશે અને રોજગારની નવી તકો ઉભી થશે. તેમણે કહ્યું કે, જમીની સ્તરે રૂફટૉપ સોલાર સિસ્ટમ લોકપ્રિય બનાવવાથી લઈને પ્રમોટ કરવા માટે શહેરી સંસ્થાઓ અને પંચાયતોને પ્રોત્સાહન અપાશે

વડાપ્રધાન મોદીએ યોજનાને પ્રોત્સાહન આપવા અને તેનો મોટાપાયે લાભ લેવા અપીલ કરી

નાણામંત્રી નિર્મલા સિતારમણે એક ફેબ્રુઆરીએ વચગાળાના બજેટ માં રૂફટૉપ સોલારઅને મફત વીજળી યોજના (Free ની જાહેરાત કરી હતી કહ્યું હતું કે, આ યોજના દ્વારા એક કરોડ ઘરોને દર મહિને 300 યૂનિટ વીજળી મફત આપી શકાશે તેમજ યોજનાથી એક કરોડ પરિવારને વાર્ષિક 15થી 18 હજાર કરોડ રૂપિયાની બચત થશે અને તેઓ વધારાની વીજળી પાવર વીજળી વિતરણ કંપનીને વેંચી શકશે.

તમારા છાતીમાં થતી બળતરાને હળવાશથી ન લો..! તે હાર્ટ એટેક અને કેન્સરનો હોઈ શકે સંકેત, તરત જ ડોક્ટરને બતાવો

જયપુર અને દિલ્હી વચ્ચે બનશે દેશનો પહેલો ઈ-હાઈવે, મુસાફરોને વિમાનમાં મુસાફરી કરવાનો કરાવશે અહેસાસ, જાણો વિગત

Breaking News: મનીષ સિસોદિયા એક વર્ષ પછી જેલમાંથી આવશે બહાર, જાણો કેમ કોર્ટે આપ નેતાને આપ્યા વચગાળાના જામીન?

ઉપરાંત વડાપ્રધાન અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ સાંજે જાહેરાત કરી હતી કે, અમારી સરકાર એક કરોડ ઘરો પર રૂફટૉપ લગાવવાના લક્ષ્ય સાથે ‘વડાપ્રધાન સૂર્યોદય યોજના’ લોન્ચ કરશે.


Share this Article