Surat News: બુધવારની સવારે ખુબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં એથર ઇન્ડસ્ટ્રી કેમિકલ કંપનીમાં ગઈકાલે રાત્રે વિકરાળ આગ લાગી હતી. મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારો પણ જોરથી રડી રહ્યા હતા અને દર્દનાક અવાજ સાંભળીને સહન થાય એવી પણ હાલત નહોતી. ત્યારે હવે સમાચાર સામે આવી રહ્યા છે કે આ ઘટનામાં લાપતા થયેલા 7 કામદારોના આજરોજ મૃતહેદ મળી આવ્યા છે. તમામ મૃતદેહોને હાલમાં પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.
ઘટના જાણે એમ બની હતી કે સુરતની સચિન GIDCમાં આવેલ એથર કેમિકલ કંપનીમાં ગઈકાલે વિકરાળ આગ લાગી હતી. કાલે શરૂઆતમાં 20થી વધુ લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. આ દરમિયાન 7 કર્મચારીઓ લાપતા થયા હતા.
આગ કાબૂમાં આવી
અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલ કામદારોમાંથી કેટલાકને સરકારી હોસ્પિટલોમાં અને અન્યને સુરતની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓછામાં ઓછા 15 ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા અને આગ બુઝાવવાની કામગીરી નવ કલાક સુધી ચાલુ રહી હતી. સચિન જીઆઈડીસી ફાયર સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે સવારે 11 વાગ્યાની આસપાસ આગને કાબૂમાં લેવામાં આવી હતી.
મૃત્યુને હરાવીને 422 કલાક પછી બહાર નીકળેલો પહેલો મજૂર કોણ હતો? કઈ રીતે બહાર આવ્યો અને પછી શું થયું??
12 નવેમ્બરથી લઈને 28 નવેમ્બર સુધી 17 દિવસ ટનલમાં શું-શું થયું? જાણો પહેલા જ દિવસથી આખી કામગીરી વિશે
કંપનીના સંચાલકો, પોલીસે કર્મચારીઓ ગુમ થયા હોવાની વાતને છુપાવી રાખી અને કોઈને કહી નહીં. આ તરફ હવે મોડીરાત્રે કાટમાળ ખસેડવાની કામગીરી દરમિયાન 7 કર્મચારીના મૃતદેહ મળ્યા હતા અને પાપ છાપરે ચડીને પોકાર્યું હતું. આ આખી દુર્ઘટનામાં 27 કર્મચારી દાઝ્યા હોવાની વાત પણ સામે આવી હતી. જો કે હજુ પણ કહેવામાં આવી રહ્યું છે કે 7-8 કામદારોના મોત થવાની આશંકા છે, કારણ કે આ લોકો જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે.