આજકાલ લોકોને સોશિયલ મીડિયાનું જબરદસ્ત ઘેલું લાગ્યું છે. નાનાથી માંડીને મોટા તમામ વ્યક્તિઓને રાતોરાત ફ્રેમસ થવું છે. પરંતુ આજ સોશિયલ મીડિયા ઘણીવખત મોટી આફત સર્જતું હોય છે. હાલ આવો જ એક કિસ્સો સુરતમાં બન્યો છે. જેમાં એક યુવક કેનાલ વોક વે પર શોર્ટ વીડિયો બનાવી રહ્યો હતો, તે દરમિયાન તેનો પગ લપસતા ઢળી પડ્યો હતો અને બાદમાં મોતને ભેટ્યો હતો.
આ ઘટના વિશે મળતી માહિતી પ્રમાણે સુરતના સિટી લાઈટ વિસ્તારમાં કેનાલ વોક વે પર ૧૯ વર્ષીય યુવક વીડિયો બનાવી રહ્યો હતો.
જાેકે દુર્ભાગ્યવશ યુવકનો પગ લપસતા તે ઢળી પડ્યો હતો. ત્યારબાદ પીસીઆર વાનની મદદ લેતા ૧૦૮ને કોલ કરી પ્રથમને સિવિલ લઈ આવ્યા હતાં. જ્યાં તમામ પ્રયાસ કર્યા બાદ પણ એને બચાવી શક્યા ન હતા. અને બાદમાં રહસ્યમય સંજાેગોમાં તેનું મોત નિપજ્યું હતું. એકાએક જુવાનજાેધ દીકરાનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
પરિવારમાં યુવાનનું મોત થતા તેમની સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે તેણે સોશિયલ મીડિયામાં વીડિયો બનાવવાનો ખુબ જ શોખીન હતો. જ્યારે આ યુવકના મોત વિશે તેના મિત્રોએ જણાવ્યું હતું કે વીડિયોનું શૂટિંગ શરૂ થતાં જ જમીન પર ઢળી પડ્યો હતો અને બાદમાં તેનું મોત નિપજ્યું હતું.
જ્યારે તેના પિતા સાથે વાતચીત કરતા જાણવા મળ્યું કે મારા પુત્રના આ સમાચાર ખુબ જ આઘાતજનક હતા. તે મોટાભાઈ અને માતા-પિતા અને દાદી સાથે રહેતો હતો. ઘરમાં સૌનો લાડકો હતો. આ યુવક મૂળ પોરબંદરનો રહેવાસી છે અને અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી સાથે જ વેપારમાં જાેડાઈ ગયો હતો.