સુરતમા આજે એક વિચિત્ર ઘટના સામે આવી છે. શહેરના અડાજણ વિસ્તારમાં એક યુવક બાથરૂમમાં ન્હાવા ગયો હતો અને આ દરમિયાન તે અચાનક બેભાન થઈ ગયો હતો. ગેસ ગીઝરને કારણે આવુ થયુ હોવાનુ માનવામા આવી રહ્યુ છે. યુવાનની ઉમર 22 વર્ષ હતી. બાથરૂમમાં યુવક ફસાઈ ગયો હોવાની જાણ થતા 10 મિનિટ બાદ બાથરૂમનો દરવાજો તોડી દેવામા આવ્યો હતો.
મળતી માહિતી મુજબ જ્યારે દરવાજો તોડી જોવામા આવ્યુ ત્યારે યુવાન બેભાન અવસ્થામાં હતો જે બાદ તેને હોસ્પિટલ ખસેડાયો હતો. આ પાછળનુ કારણ ગેસ ગીઝરમાં ટેક્નિકલ ફોલ્ટ કે, તેમાંથી નીકળતો કાર્બન ઓકસાઈડ હોઈ શકે છે. કારણભૂત હોવાનું ફાયર ઓફિસરનું અનુમાન છે. આ બાદ ગેસ કંપનીના સુપર વાઇઝર અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.