ગુજરાતના આ ગામનું તો નામ જ છે વેલેન્ટાઈન ડે, 3 પેઢીથી અહીં 90 ટકા લોકો કરી રહ્યા છે પ્રેમલગ્ન

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

14 ફેબ્રુઆરીના દિવસને દુનિયાભરમા પ્રેમના દિવસ તરીકે ઉજવવામા આવે છે. આ દિવસે લોકો તેમના એકરાર કરતા જોવા મળે છે. આ વચ્ચે તમને આજે એક અનોખા પ્રેમીઓના ગામ અંગે વાત કરી રહ્યા છીએ. સુરતમાં આવેલા આ ગામમા 90 ટકા યુવક યુવતીઓએ પ્રેમ લગ્ન કર્યા છે જેથી આ ગામને લોકો હવે પ્રેમીઓનુ ગામ કે વેલેન્ટાઈન ડે તરીકે પણ નામ આપવા લાગ્યા છે. આ ગામ છે હજીરા વિસ્તારનું ભઠા ગામ. જો કે આ ગામમા આ વાત કઈ નવી નથી. અહી છેલ્લી ત્રણ પેઢીથી પ્રેમ લગ્નની જ મોસમ જામી છે. જો કે ગામમાં 70% પ્રેમલગ્ન અરેંજ મેરેજ તરીકે થઈ રહ્યા છે.


ત્રણ પેઢીથી પ્રેમ લગ્નની જ મોસમ જામી છે

આ ગામ વિશે વધુ વાત કરીએ તો અહી અભ્યાસ દરમિયાન જ મોટાભાગના યુવક-યુવતી પ્રેમમા પડે છે. પરિવાર ન માને તો ભાગીને પ્રેમ લગ્ન કર્યાના પણ અહી ઘણા કિસ્સા છે. જો કે ગામમા 70% કરતાં વધુ દાખલામા પરિવાર માની જાય છે અને પરિવારની મંજૂરીથી જ ધૂમ્ધામથી લગ્ન થાય છે.

જો તો ખરી કેવા દિવસો આવ્યા, રાત્રે એક વાગ્યે આ અબજોપતિ સાફ સફાઈ કરતો જોવા મળ્યો, ખૂદ જણાવી મજબૂરી

આ 2 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે સાબિત થશે એકદમ જોરદાર, જાણો કોને પાક્કું મળી જશે સાચો પ્રેમ, આજીવન સાથ નહી છોડે

સોનાનો ભાવ ધડામ કરતો નીચે ખાબક્યો, એક તોલાના ભાવ જાણીને હાશકારો મળશે, સમજો ખરીદવાનો મોકો આવી ગયો

ગામની યુવતીઓનુ કહેવુ છે કે તેમને ગામની બહાર જવું નથી અને બીજી વાત એ પણ છે કે પોતાની સાથે નાનપણથી રહેલો યુવક શું કુટેવ ધરાવે છે, કેવો છે તે બધી બાબતો વિશે તેમને પહેલાથી જ ખબર હોય છે. આ જ કારણે આગળનુ જીવન સરળ બની જાય છે. આ સાથે જો કોઈ છોકરીને ગામનો યુવક પસંદ ન આવે તો તેના પ્રેમ લગ્ન બાજુના ગામમા પણ થતા દાખલા અહી છે. જો કે આ વિસ્તારમાં આ બે ગામમાં સિવાય યુવતી અન્ય જગ્યા પર લગ્ન કરતી નથી. હવે લોકો આ ગામને વેલેન્ટાઈન ડે ગામ તરીકે ઓળખવા લાગ્યા છે.


Share this Article