ગુજરાત એક્ઝિટ પોલ 2022: સાતમી વખત ભાજપની બનશે ફરી સરકાર, AAPનું સુરસુરિયું, BJPને 125થી 130 બેઠક મળશે

Lok Patrika
Lok Patrika
5 Min Read
Share this Article

ગુજરાત એક્ઝિટ પોલ 2022માં સામે આવ્યું છે કે સાતમી વખત ભાજપની સરકાર બની રહી છે. TV9ના આંકડા પ્રમાણે 125થી 130 બેઠકો મળવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસને 40થી 50 બેઠકો મળી રહી છે અને આમ આદમી પાર્ટીને 3થી 5 સીટ તો વળી અન્યને 3થી 7 બેઠક મળી રહી છે. TV9 દ્વારા ચાર ઝોનમાં કરવામાં આવેલા આ સર્વેમાં જોવા મળ્યું છે કે ફરીવાર ભાજપની સરકાર  બનવા જઈ રહી છે. વળી એક વાત એ પણ જોવા મળી કે આમ આદમી પાર્ટી જે રીતે દાવા કરી રહી હતી એ પ્રમાણે એક્ઝિટ પોલમાં કોઈ વાત જોવા મળી રહી નથી અને 3થી 5 સીટમાં જ આમ આદમી પાર્ટીને સંતોષ માનવો પડી શકે છે.

ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. લગભગ સાડાપાંચ વાગ્યાથી જ એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ જાય છે, પણ આજે ચૂંટણીપંચે છેલ્લી ઘડીએ મહત્ત્વનો નિર્ણય જાહેર કર્યો છે કે આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન પૂરું થઈ જાય પછી તરત એક્ઝિટ પોલ નહીં આપી શકાય. સાંજે 6-30 વાગ્યા સુધી કોઈપણ પ્રકારના અનુમાન, એક્ઝિટ પોલ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

જો આપણે 2017નો એક્ઝિટ પોલ વિશે વાત કરીએ તો

હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી હતી.

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન થયું હતું. જ્યારે બીજા તબક્કામાં આજે 93 બેઠકો પર મતદાન થયું હતું. ગુજરાતમાં કુલ 33 જિલ્લાઓ છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર-કચ્છના 19 જિલ્લા અને રાજ્યના દક્ષિણ ભાગોમાં 89 બેઠકો પર મતદાન થયું હતું. લગભગ 63.31 ટકા મતદાન થયું હતું. પ્રથમ તબક્કામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) સિવાય 36 અન્ય રાજકીય પક્ષોએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. ઈવીએમમાં ​​કુલ 788 ઉમેદવારોનું ભાવિ સીલ થયું છે. જેમાં 339 અપક્ષોનો સમાવેશ થાય છે. ભાજપ અને કોંગ્રેસ તમામ 89 સીટો પર ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે AAPના ઉમેદવારો 88 બેઠકો માટે મેદાનમાં છે. સુરત પૂર્વ બેઠક પરથી AAPના ઉમેદવારે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. અન્ય પક્ષોમાં, BSPએ 57, BTP 14 અને CPI(M) ચાર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

સામાન્ય રીતે એવું હોય છે કે બીજા તબક્કાના મતદાન બાદ ટીવી ચેનલોના એક્ઝિટ પોલ સાંજે 5 વાગ્યા પછી આવતો. ગુજરાતની જનતાએ કઈ દિશામાં મતદાન કર્યું અને કોની સરકાર બનવા જઈ રહી છે? તે અનુમાન કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે આવશે. રાજ્યમાં 15મી વિધાનસભાની ચૂંટણી અગાઉના વર્ષો કરતા વહેલા યોજાઈ હતી. છેલ્લા 20 વર્ષમાં પ્રથમ વખત 1 ડિસેમ્બરે મતદાન થયું હતું. જો કે આ વખતે તે 6:30 વાગ્યાનો સમય કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાનું મતદાન 5મી ડિસેમ્બરે થયું હતું. વિધાનસભાની ચૂંટણી વહેલી પૂરી થવાના કારણે રાજ્યમાં સરકારની રચના પણ ટૂંક સમયમાં થવાની આશા છે. 15 ડિસેમ્બરે રાજ્યમાં નવા બનવાની સંભાવના છે. જો ભાજપ ફરી એકવાર ચૂંટણી જીતશે તો તે ભાજપની સતત સાતમી જીત હશે. આ સાથે ભાજપ રાજ્યમાં કોંગ્રેસના શાસનથી આગળ વધીને નવો રેકોર્ડ બનાવશે. ગુજરાતમાં વિધાનસભાની કુલ બેઠકોની સંખ્યા 182 છે. આમાં 40 સીટો આરક્ષિત છે. 27 બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અને 13 બેઠકો અનુસૂચિત જાતિ માટે અનામત છે. વિધાનસભામાં બહુમતીનો આંકડો 92 સીટો છે. 2017ની ચૂંટણીમાં સત્તારૂઢ ભાજપ માંડ માંડ સરકાર બચાવવામાં સફળ રહી હતી.

બે દાયકામાં પ્રથમ વખત, પાર્ટીની બેઠકોની સંખ્યા ઘટીને બે આંકડામાં આવી અને ભાજપ માત્ર 99 બેઠકો જીતી શક્યું. કોંગ્રેસે 2017ની ચૂંટણીમાં 77 બેઠકો જીતી હતી, જ્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP), જે કોંગ્રેસ સાથે ગઠબંધનમાં લડી હતી, તેણે 2 બેઠકો જીતી હતી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) એ 1 બેઠક જીતી હતી. અપક્ષોએ ત્રણ બેઠકો જીતી હતી. દલિત નેતા જીગ્નેશ મેવાણી વડગામથી કોંગ્રેસના સમર્થનથી જીત્યા.


Share this Article