હાલમાં રખડતા ઢોરનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં વિવાદના વંટોળે ચડ્યો છે. ત્યારે તંત્રની કામગીરી પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. સાથે સાથે જ માલધારી સમાજમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. એ જ અરસામાં આજે સુરતમાં માલધારી સમાજના ગુરુ કનિરામ બાપુએ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને ત્યાં સરકાર પર ટકોર પણ કરી હતી. તેઓએ વાત કરી હતી કે વર્ષોથી માલધારીઓ ગામડામાં રહેતા હતા. જે તબેલાઓ તોડવામાં આવ્યા એ ગામડામાં હતા. સરકારે હદ વિસ્તરણ કર્યું છે.
વિગતો મળી રહી છે કે સુરત મનપાએ ગામડાઓને શહેરમાં ભેળવ્યા, પરંતુ, માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી નહીં. સરકાર માલધારીઓને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપે તેવી માંગ કરી છે. સાથે જ સુરતમાં માલધારીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને કામરેજથી એક હજાર માલધારીઓએ આજે બાઈક રેલી યોજીને સરકાર સામે પડકાર ફેંક્યો હતો. માલધારી સમાજના ધર્મ ગુરુએ માલધારીઓને કહ્યું હતું કે, સરકાર ખોટી રીતે હેરાનગતિ કરી રહી છે જે અન્યાય થઈ રહ્યો છે.
ધર્મગુરુનું કહેવું છે કે નોટિસ આપ્યા વગર આ રીતે તબેલા દૂર કરવા એ અમાનવીય કૃત્ય છે. સરકારે પણ માલધારીઓની મુશ્કેલી સમજવી જોઈએ. જો તેમને મહાનગરપાલિકા દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટેની વિચારણા ન હોય તો આ પ્રકારે તબેલાના પશુ અને લઈ જવાએ કાર્યવાહીને હું વખોડી કાઢું છું. સાથે જ સાથે જ માલધારી સમાજના અગ્રણી અને પૂર્વ વિરોધ પક્ષના નેતા બાબુ રાયકા આજે માલધારી સમાજના ધરણાં સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શાસકોને સ્પષ્ટ ચિંતા ઉચ્ચારી હતી કે, હાઇકોર્ટના હુકમનો બહાનો આગળ ધરીને માલધારીઓને ટાર્ગેટ આપ કરવામાં આવી રહ્યા છે. મેં અધિકારીઓને સ્પષ્ટ કહ્યું છે કે, આનું પરિણામ ખૂબ જ ગંભીર આવશે તમે ભોગવવા માટે તૈયાર રહેજો. સાથે જ તેમણે કહ્યું કે તમે જો કાંકરી ચાળો તો તેનો જવાબ અમને આપતા આવડે છે. જો તમે કાકરી મારશો તો એનો જવાબ અમે પથ્થરથી આપીશું.