સુરતમાં યોગીચોક પાસે મંગળવારે મોડી રાત્રે લકઝરી બસમાં આગ લાગી હતી અને અચાનક જ બનેલી આ ઘટનાએ બધાનું મન હલાવી નાખ્યું હતું. એસીનું કોમ્પ્રેસર ધડાકાભેર ફાટ્યું હોવાથી આ બસ સળગી હોવાનું પણ તારણ સામે આવ્યું છે. બસમાં જમણી બાજુ ડબલ સીટ કેબિનમાં બેઠેલા યુગલમાંથી યુવક તો બહાર નીકળી ગયો હતો પરંતુ મહિલા ત્યાં જ ફસાઈ જતાં તે જીવતી સળગી જવાની દુખદ ઘટના બની હતી. ત્યારે આ દુખમાં સહભાગી થવા માટે આમ આદમી પાર્ટીએ પણ સધિયારો બનીને મુલાકાત લીધી હતી.
સુરત હીરાબાગ ખાતે બસમાં આગ લાગવાની દુર્ઘટનામાં ઇજાગ્રસ્તોને સ્મીમેર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં જઈને સુરતના આમ આદમી પાર્ટીના નગરસેવકો પાયલબેન સાકરીયા, રચનાબેન હિરપરા,વિપુલભાઈ સુહાગિયા,ધર્મેન્દ્રભાઈ વાવલિયા,રાકેશ હિરપરા તેમજ મહેશભાઈ સવાણીએ મુલાકાત લીધી હતી અને બધા જ દર્દીઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એવી ભગવાનના ચરણે પ્રાર્થના કરી હતી.
તો વળી લકઝરી બસનો ડ્રાઇવર આ બાબતે કહે છે કે યોગીચોક પાસેથી હું લકઝરી લઈને જતો હતો ત્યારે એક બાઇકવાળો ઓવરટેક કરીને નજીક આવ્યો અને કહેવા લાગ્યો કે તારી બસની પાછળના ભાગે ધુમાડા નીકળે છે, એટલે મેં તરત બસ ઊભી રાખી અને પાછળ જઈને ચેક કર્યું એટલીવારમાં તો આગ વધુ ફેલાઈ ગઈ હતી