રાજ્યમા કોરોનાનો એકતરફ રાફડો ફાટ્યો છે અને બીજી તરફ સરકાર નવા નિયમો બનાવી રહી છે. પણ આ વચ્ચે કાયમ નિયમોના ધજાગરા ઉડતા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ વચ્ચે આણંદના કલમસરમાં કિર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો અને તેમા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.
ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા ધારાસભ્ય મયુર રાવલની તસવીરો સામે આવતા ફરી એકવાર ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. મળતી માહિતી મુજબ કીર્તિદાનના ડાયરામાં અનેક લોકો માસ્ક વગર જોવા મળ્યા અને નવાઈની વાત તો એ છે કે કોરોનાના વધતા કેસ વચ્ચે કલાકારે કહ્યું કે, માસ્ક ઉતારશો તો વધુ મજા આવશે અને 400થી વધુ લોકો છે નથી તેથી કોઈ વિરોધ નહિં કરી શકે.
આ સાથે ડાયરામાં આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર અને ખંભાતના ભાજપ ધારાસભ્ય મયૂર રાવલ નોટોનો વરસાદ કરતા નજરે ચઢ્યા હતા.