Breaking: PM નરેન્દ્ર મોદીના આગમનમાં સુરત ભગવા રંગથી રંગાયું, લાખો સુરતીલાલા સભામાં પહોંચ્યા, ભવ્યાતિભવ્ય રોડ શોનો નજારો

Lok Patrika
By Lok Patrika
Share this Article

PM નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ આજે અને આવતીકાલે સુરત, ભાવનગર અને અમદાવાદને વિવિધ વિકાસકાર્યોની ભેટ આપશે. વડાપ્રધાન મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે. મોદીની સુરત એરપોર્ટ પર ઉતરાણ બાદ હેલિકોપ્ટરમાં ગોડાદરાના હેલિપેડ પર પહોંચ્યા હતા. ત્યારબાદ હેલિપેડથી રોડ-શોની શરૂઆત થઈ હતી. રોડ-શો બાદ ખુલ્લી કારમાં સભા સ્થળે પહોંત્યા છે. આજે શહેરમાં 3472.54 કરોડના 59 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન સુરતીઓનો મિજાજ અને વિકાસના સહયોગને બિરદાવશે, તિરંગા માટે શાબાશી આપશે.

PM મોદી દિવાળી પહેલા ગુજરાતને ફરીવાર કરોડોના વિકાસકાર્યોની ભેટ આપશે. ત્યારે તમને જણાવી દઇએ કે, સુરતમાં આજે 3400 કરોડથી વધુના વિવિધ પ્રકલ્પોનો PM મોદીના હસ્તે શિલાન્યાસ અને લોકાર્પણ કરાશે. જ્યારે ભાવનગરમાં પણ 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી કાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરાશે. ગોડાદરા મહર્ષિ આસ્તિક વિદ્યાલયના મેદાનના હેલિપેડથી લિંબાયત નીલગીરી ગ્રાઉન્ડ સભાસ્થળ સુધીના 2.70 કિમીના રૂટ પર મેગા રોડ શો યોજાયો છે. સુરતમાં વસતા વિવિધ સમાજના અગ્રણીઓ અને નાગરિકો પુષ્પવર્ષાથી વધાવશે. રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. 1 કલાક જાહેરસભામાં ઉપસ્થિત રહેશે. હાલ મોટી સંખ્યામાં રોડ-શો અને સભા સ્થળે લોકો પહોંચી રહ્યા છે.

જ્યારે અમદાવાદીઓને પણ દિવાળી પૂર્વે PM મોદી મેટ્રો ટ્રેનની ભેટ આપશે. સુરતમાં PM મોદીના મેગા શોમાં પીએમ મોદીનું સ્વાગત કરવા હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. ગોડાદરા પાસે હેલિપેડથી લિંબાયત નિલગીરી મેદાન સુધી PM મોદીના રોડ શૉનું આયોજન. નિલગીરી મેદાનમાં જાહેરસભાને વડાપ્રધાન સંબોધન કરશે. સુરતમાં આજે PM મોદી દેશનું સૌથી મોટું ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખુલ્લું મુકશે. સુરતની લિંબાયત વિધાનસભા મતવિસ્તારમાં ખૂબ જ મોટી સંખ્યામાં મહારાષ્ટ્રિયન સમાજ રહે છે. ભાજપ પ્રદેશ સીઆર પાટીલના લોકસભાનો આ વિધાનસભા વિસ્તાર છે. નરેન્દ્ર મોદીના આગમનને લઈને મહારાષ્ટ્ર સમાજમાં પણ ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અભિવાદન ઉપર મહારાષ્ટ્રીયન સમાજના બાળકો દ્વારા લોકગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી.

 

 

 

 


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly