ગુજરાત સહિત દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણના કેસમાં મોટો વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે રાજ્ય સરકારે નવા પ્રતિબંધો લાગૂ કરી દીધા છે. ગુજરાત સરકારે મંગળવારે જાહેર કરેલી નવી ગાઇડલાઇન પ્રમાણે હવે લગ્ન પ્રસંગમાં વધુમાં વધુ ૧૫૦ લોકો હાજરી આપી શકશે. સરકારના આ ર્નિણય બાદ અનેક લોકોની ચિંતા વધી ગઈ છે. મહત્વનું છે કે ઉત્તરાયણ બાદ લગ્નની સીઝન શરૂ થઈ રહી છે અને હવે સરકારના નવા ર્નિણયને લીધે સમસ્યા ઉભી થઈ છે.
રાજ્ય સરકારે લગ્નમાં માત્ર ૧૫૦ લોકો જ હાજરી આપી શકશે તેવી જાહેરાત બાદ અનેક લોકો ચિંતામાં મુકાયા છે. મહત્વનું છે કે લગ્ન માટે પહેલાથી અનેક તૈયારીઓ કરવી પડતી હોય છે. જે પરિવારમાં લગ્ન થવાના છે તે પરિવાર પણ હાલ મુંજવણમાં છે. કેમકે અત્યાર સુધી કંકોત્રી પણ આપી દેવામાં આવી છે. આ સાથે લગ્નની સીઝનમાં જે લોકોને પોતાનો ધંધો સારો ચાલશે તેવી આશા હતી તેને પણ ઝટકો લાગ્યો છે. રાજ્ય સરકારે અચાનક ૧૫૦ લોકોની મર્યાદાનો નિયમ જાહેર કરતા રાજકોટમાં કેટરિંગ અને મંડપ સર્વિસ સાથે જાેડાયેલા વેપારીઓને મોટો ફટકો લાગ્યો છે.
તેમના ૫૦ ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. ૪૦૦ની જગ્યાએ હવે માત્ર ૧૫૦ લોકો મંજૂરી આપી શકે તે ર્નિણય બાદ અનેક લોકોએ ઓર્ડર રદ્દ કરી દીધા છે. આ અંગે ઝી ૨૪ કલાકે મંડપ અને કેટરિંગ સાથે સંકળાયેલા લોકો સાથે વાત કરી હતી. એક મંડપ સર્વિસના સંચાલક અને કેટરિંગના વેપારીએ કહ્યુ કે, સરકારના ર્નિણયને લીધે ૫૦ ટકા જેટલા ઓર્ડર રદ્દ થઈ ગયા છે. લગ્નની અંદર સાંજે ૭થી ૯ વચ્ચે ક્યારેય જમણવાર પૂર્ણ થાય નહીં. તો કર્ફ્યૂનો સમય ૧૦ કલાકનો છે. જાે તેનાથી મોડું થાય તો પોલીસ પણ આવી જાય છે. અચાનક આવેલા આ ર્નિણયને કારણે નાના વેપારીઓને આર્થિક ફટકો પડ્યો છે.