જામનગર જિલ્લામાં અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ, એટલા કરોડનો ચૂનો લગાવ્યો કે એકાદ વેબ સિરીઝ ફરીથી ઉતરી જશે

Lok Patrika
By Lok Patrika
Share this Article

જામનગરની ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની જામજાેધપુર શાખામાં કરોડોનું કૌભાંડ સામે આવ્યું છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, અહીં ફિક્સ ડિપોઝિટ મૂકવા આવેલા ગ્રાહકોને એફડીનું હાથથી તૈયાર કરવામાં આવેલું અને બેન્ક જેવું જ સર્ટિફિકેટ આપીને છેતરવામાં આવતા હતા. આ પ્રકારે ગ્રાહકોને રુપિયા ૩.૧૮ કરોડનો ચૂનો લગાવ્યો હોવાનો ખુલાસો થયો છે. આ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા બેન્કના ચેરમેન દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે પગલા લેવાની ખાતરી આપી છે.

નોંધનીય છે કે જામનગરી સહકારી ક્ષેત્રની મોટી બેન્કોમાં ગણાતી જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કમાં તાજેતરમાં જ કૌભાંડ સામે આવ્યું છે. બેન્કને ચેરમેન પી.એસ.જાડેડાએ આ બાબતે જણાવ્યું હતું કે, જામજાેધપુર બ્રાન્ચમાં એફડી માટે પૈસા મૂકવા આપેલા ગ્રાહકોના નાણાં સ્વીકારવામાં આવ્યા હતા પરંતુ તેમને બેન્કના નામનું એક નકલી સર્ટિફિકેટ આપવામાં આવતુ હતું. આ જાણકારી સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ, રિકવરી મેનેજરને ઓડીટ સાથે તપાસ સોંપવામાં આવી હતી.

જેમાં જાણવા મળ્યું કે ૩.૧૮ કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. આ ઘટના સાથે જાેડાયેલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને ફોજદારી પગલા પણ લેવામાં આવશે.આગામી દિવસમાં આ કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધવામાં આવશે. બેન્કના ચેરમેન દ્વારા તો આ કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે પરંતુ આ ઘટના સામે આવ્યા પછી બીજા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે શું તેટલા જ કર્મચારીઓની તેમાં સંડોવણી છે?

આ એફડી સર્ટિફિકેટ કોણ બનાવી આપતુ હતું? આ પ્રશ્નોના ઉત્તર તપાસની સાથે સામે આવશે તેવી શક્યતા સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે જામનગર ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કની મુખ્ય ઓફિસ જામનગર શહેરમાં છે, તેમજ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તેની ૪૦ શાખાઓ છે. આ બેન્કમાં કરોડોનું કૌભાંડ સામે આવતા સિનિયર અધિકારી, ચાર બ્રાન્ચ મેનેજર, બે ક્લાર્ક અને એક પટાવાળાની સંડોવણી હોવાની વાત સામે આવી હતી. તાજેતરમાં જ નિમવામાં આવેલા ડિરેક્ટર પી.એસ.જાડેજાએ ઓડિટનો આદેશ આપ્યા પછી આ કૌભાંડ સામે આવ્યુ હતુ.


Share this Article
Posted by Lok Patrika
Follow:
Lok Patrika is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Lok Patrika, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Lok Patrika Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly