દારૂડિયાને પકડવા બદલ 21મી સદીમાં 200 રૂપિયાનું ઇનામ જાહેર કરીને કમિશનરે કરી મજાક, અમદાવાદ પોલીસમાં અંદરો-અંદર ચર્ચા જામી

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Ahmedabad News: હવે થર્ટી ફસ્ટને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સામાન્ય રીતે અમદાવાદમાં લોકો દારૂના રવાડે આવતા હોય છે. તમને ખબર જ હશે કે ગુજરાતમાં દારૂબંદી છે. ત્યારે જો કોઈ વ્યકિત દારૂ કે અન્ય માદક પદાર્થોનું સેવન કરતા પકડાય તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે અને આ માટે અમદાવાદ પોલીસે બોટલતોડ ઇલાજ શોધી કાઢ્યો છે. સામાન્ય સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ દારૂ કે પછી અન્ય માદક પદાર્થો સાથે પકડાય તો તેને જેલ સહિતની સજા થઈ શકે છે.

તો વાત જાણે અમ છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે. શહેરમાં જો કોઈ દારૂ પીને ગાડી ચલાવતા મળી આવશે તેમના ઉપર FIR નોંધવામાં આવશે અને જે પોલીસ કર્મચારી દ્વારા આવા કેસ કરવામાં આવશે એવા પોલીસ કર્મચારીને રૂપિયા 200 ઇનામ આપવામાં આવશે. અને આ ઇનામની લાલચથી કેટલા પોલીસવાળા પોતાની ફરજ ભારપૂર્વક નિભાવશે એ તો સમય જ નક્કિ કરશે.

તમને જાણીને નવાઈ થશે કે, પોલીસ વિભાગમાં જ અંદરો-અંદર એવું કહેવામાં આવી રહ્યું છે કે, અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ એક મજાક જ કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો આ સાથે કેટલાક પોલીસ અધિકારીઓ પણ અંદરો-અંદર આ મજાક સમજીને ટાળી પણ દીધું છે. તો સૂત્રો દ્વારા એ પણ જાણવા મળી રહ્યું છે કે, પોલીસમાં અંદરો-અંદર ગંભીર ચર્ચા જામી છે કે પોલીસ કમિશનર ખરેખર તો મજાક નથી કરી રહ્યા ને…

થર્ટી ફસ્ટે અમદાવાદ પોલીસને ચાંદી, જો દારૂડિયાને પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડ્યો તો મળશે મોટું ઇનામ!

ફરી એકવાર LPG સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો, સીધો 39 રૂપિયા સસ્તો થયો, નવા વર્ષ પહેલા મળી ભેટ

હવામાન વિભાગની નવી આગાહી ખાસ જાણી લેજો, 48 કલાકમાં ગુજરાતનો પારો ગગડશે, સ્વેટર-ધાબળા તૈયાર રાખજો

સામાન્ય રીતે જોવા જઈએ તો હવે સમજવાનું એ છે કે, શું ખરેખર અમદાવાદ શહેર પોલીસ પોતાના જ કમિશનર દ્વારા આપવામાં આવેલ લાલચથી દારૂડિયાને દબોચી લેશે? કે પછી તમને પોલીસ દર વખતની જેમ તમને જવા દેશે? એ તો હવે થર્ટી ફસ્ટ ડિસેમ્બરે જ ખબર પડશે.


Share this Article