149 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે ગુજરાતમાં પડધા પડ્યા, મોટી સંખ્યામાં હાજર રહી કોંગ્રેસે કર્યા ધરણા પ્રદર્શન

Desk Editor
By Desk Editor
Share this Article

Ahmedabad News:
હાલમાં જ ૧૪૯ સાંસદોને સસપેન્ડ કરવાનો મુદ્દો આખા દેશમાં ચર્ચાયો છે. ત્યારે ઠેર ઠેર વિપક્ષો પણ વિરોધ કરી રહ્યો છે. એ જ અરસામાં ગુજરાતમાં પણ કોંગ્રેસે મોટાપાયે વિરોધ આદર્યો છે. અમદાવાદમાં મોટી સંખ્યામાં કોંગી નેતાઓએ ભેગા થઈને વિરોધના સુર ઉઠાવ્યા હતા. કોંગ્રેસના કહેવા પ્રમાણે કેન્દ્રની મોદી સરકારના ઈશારે ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય એ લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. તેમજ સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહીત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત પણ થઇ હતી.
આ આંદોલનમાં ઉપસ્થિત કાર્યકરો, ભાઈ – બહેનોને સંબોધન કરતા અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે, લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો ધરણા દેશહિતમાં સમગ્ર દેશમાં યોજાઈ રહ્યા છે.
કોંગ્રેસ કહી રહી છે કે, મોંઘવારી – બેરોજગારી આસમાને છે. સામાન્ય માણસની જીંદગી સતત મુશ્કેલી ભર્યું બનતું જાય છે. સંસદમાં સુરક્ષા ચૂક થાય છે. તે અંગે સત્તાધારી પક્ષ જવાબ આપવાને બદલે પ્રશ્ન પૂછનાર કોંગ્રેસ પક્ષ સહિતના સાંસદોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જે સંપૂર્ણ પણે ગેર લોકતાંત્રિક કાર્યવાહીથી દેશવ્યાપી આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો નારા સાથે કોંગ્રેસ પક્ષ દેશહિતમાં લડાઈ લડી રહ્યું છે.
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષભાઈ પરમારે જણાવ્યું હતું કે લોકશાહી પક્ષના કલંકિત હુમલામાં કેન્દ્રની ભાજપ સરકારે આઘાતજનક રીતે સંસદના બંને ગૃહોમાંથી ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કર્યા છે.  લોકશાહી સિદ્ધાંતોની હત્યા તરીકે વર્ણવામાં આવેલા આ નિર્લજ્જ કૃત્ય આપણી સંસદને મૃત અવસ્થમાં ફેરવી દીધી છે જે લોકતંત્ર માટે ચિંતાનું વિષય છે. ભાજપના શાસનમાં સંસદ પણ અસલામત છે, ભાજપાની તાનાશાહી માનસિકતા લોકશાહી માટે ખતરારૂપ છે. દેશના મુળ પ્રશ્નો મોંઘવારી, બેરોજગારી, વધતી જતી અસમાનતા, મહિલા સુરક્ષા સહિતના અનેક મોરચે નિષ્ફળ ગયેલી ભાજપા લોકશાહીના મંદીર સંસદ ગૃહમાં પ્રશ્ન પૂછનાર સાંસદોને જવાબ આપવાને બદલે સસ્પેન્શન પકડાવીને જવાબ આપવાથી ભાગી રહી છે.
આ બાબતે પોતાનો મત આપતા કોંગ્રેસ પ્રવક્તા નીરુબેન બારોટે ભાજપ સરકાર સામે કેટલાક આક્ષેપ મુક્યા છે.નીરુબેન જણાવ્યુ કે દેશની સરકાર ધીમે ધીમે લોકસાહીમાંથી રાજાશાહી બાજુ વળાંક લેતી દેખાઈ રહી છે, જયાં લોકો રાજા વિરુદ્ધ અવાજ ઉઠાવતાતો કારાવાસમાં નાખતા અને અહીયા જો સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો તમને સસ્પેન્ડ કરી દેવામાં આવશે. નીરુબેનના મતે દેશના પ્રઘાનમંત્રી નરેન્દ્રભાઇને કાશીની ગલીઓમાં ફરવાનો સમય છે પણ લોકસભામાં હાજરી આપવાનો સમય તેમની પાસે નથી. આપણા કેન્દ્રય ગૂહમંત્રીએ લોકસભામાં કહ્યું કે આ તારીખ પે તારીખ વારી સીસ્ટમ હવે નહી રહે પણ તેમને જાણકારી નહી હોય કે UPની અંદર એક મહીલા જર્જ પણ શોષણ કરવામાં આવી રહ્યુ હતુ અને જે લોકોને ન્યાય આપે છે તેને ખુદને ન્યાય ન મળતા મહીલા જર્જએ સુપ્રીમ કોર્ટ પાસે પોતાનું જીવન સમાપ્ત કરવાની માગળી કરી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કોર સમિતિના સભ્ય – પૂર્વ ધારાસભ્ય ગયાસુદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ ડૉ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા, એ.આઈ.સી.સી.ના પ્રવક્તા રોહન ગુપ્તા, મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષદોશી, પ્રવક્તા નીરુબેન બારોટ , ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને શહેર સંગઠન પ્રભારી બિમલભાઈ શાહ, પ્રદેશ હોદ્દેદાર પંકજભાઈ શાહ, ગીતાબેન પટેલ, અમદાવાદ મ્યુ.કોર્પોરેશન કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદખાન પઠાણ, સુરેન્દ્ર બક્ષી, ઇકબાલ શેખ, સી.એમ. રાજપૂત, નઈમ મિર્જા, મહિલા કોંગ્રેસ પ્રમુખ કામીનીબેન સોની, યુવક કોંગ્રેસના પ્રમુખ વિશાલ ગુર્જર, એન.એસ.યુ.આઈ. પ્રમુખ આસિફ પાવર સહિતના પદાધિકારીઓ, કાર્યકરો  – આગેવાનો, ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેન્દ્ર સરકારની તાનાશાહી સામે મોટા પાયે સુત્રોચ્ચાર કર્યા હતા.
કેન્દ્રની મોદી સરકારના ઈશારે ૧૪૯ સાંસદોને સસ્પેન્ડ કરવાના કૃત્ય એ લોકશાહીના પાયા પરના આકરા હુમલાનો ઉગ્ર વિરોધ કરવા માટે રાજ્યવ્યાપી જિલ્લા-શહેર ખાતે યોજાનાર વિરોધ પ્રદર્શનમાં સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહીત કોંગ્રેસના કાર્યકરોની અટકાયત થઇ પોલીસ દ્વારા બળજબરી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનને અટકાવામાં આવ્યા સમગ્ર રાજ્યમાં ધરણા – પ્રદર્શનમાં મોટા પાયે લોકતંત્ર બચાવો – સંવિધાન બચાવો – લોકશાહીની હત્યા અટકાવો – ભાજપ તારી તાનાશાહી નહિ ચલેગી સહીતના ઉગ્ર સુત્રોચ્ચાર સાથે મોટી સંખ્યામાં કાર્યકરો આગેવાનો જોડાયા હતા

Share this Article