રાજકીય હાથ જ છે, મારી હત્યાની સોપારી અપાઈ ચૂકી છે, ભાજપના આ દિગ્ગ્જ ધારાસભ્યે જાહેર સભામા કર્યો ખુલાસો

Lok Patrika Desk
By Lok Patrika Desk
Share this Article

ગીર સોમનાથના ભાજપના ધારાસભ્યના એક નિવેદન બાદ ગુજરાતનુ રાજકારણ ગરમાયુ છે. જિલ્લાના ઉના વિધાનસભા બેઠક પરથી જંગી જીત મેળવેલા કાળુભાઇ રાઠોડે આ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે તેમની હત્યાનુ કાવતરુ ધડાઈ રહ્યુ છે. આ સમાચાર સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ વિશે વિગતે વાત કરીએ તો ઉનામાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવમા કાળુભાઇ રાઠોડ જાહેર ભાષણ આપી રહ્યા હતા.

રાજ્ય બહાર પણ આ સોંપારી અપાઈ હોઈ શકે

આ દરમિયાન કે કાળુભાઇ રાઠોડે પોતાની હત્યાનું કાવતરું અને સોંપારી અપાયાની આશંકા જણાવી હતી. તેમણે જણાવ્યું કે તેમની હત્યાનું ષંડયંત્ર લાંબા સમયથી રચાતું હોવાની અને હત્યાની સોંપારી અપાઈ હોવાની શંકા છે. માફિયા અને બુટલેગર પર આશંકા છે. આ સિવાય તેમણે કહ્યુ કે ભૂમાફિયાની પાછળ રાજકીય હાથ હોંય જ હોય છે. રાજકીય હિત માટે પણ આ કૃત્ય થઈ રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. આ સાથે એ વાતનો પણ તેમણે ખુલાસો કર્યો હતો કે મારી હત્યા માટે રાજ્ય બહાર પણ આ સોંપારી અપાઈ હોઈ શકે.

જંત્રી વધારાના મુદ્દે ચારેકોર વિરોધના સુર જોઈને સરકાર પાછી પાની કરશે કે હડીખમ રહેશે? અચાનક જ બળવો ફાટી નીકળ્યો

આ 6 રાશિવાળાને મજ્જા જ મજ્જા, સુર્ય અને શનિ બન્ને સાથે એવી કૃપા કરશે કે 30 દિવસ જન્નતની જેમ પસાર થશે

100, 200, 500, 1000… તુર્કીમાં મહાવિનાશ: ભૂકંપથી 3400 લોકોના મોત, હજુ હજારો લોકો નહીં બચે એવી આશંકા

ભૂતકાળની એક ઘટના અંગે વાત કરતા તેમણે કહ્યું કે આ અગાઉ પણ મારા પર ફાયરિંગ થયું હતું. મે તેની ફરિયાદ પણ દાખલ કરી હતી. જો કે તપાસ બાદ આ બાબતે સમાધાન પણ થઈ ગયું છે. આ બાદ હવે આ મામલે પણ મેં પોલીસને જાણ કરી છે. મને પોલીસે 2 એસઆરપી જવાન પણ ગાર્ડ તરીકે આપ્યા છે. જો કે કાળુભાઇ રાઠોડ્નુ કહેવુ છે કે હજુ પણ મારી હત્યાની સાજિસ ચાલુ છે કારણ કે ભૂતકાળમાં પણ મારા પર ગાર્ડ હોવા છતાં હુમલા થઈ ચૂક્યા છે.

 


Share this Article