ઉત્તર ગુજરાત માટે સોનનો સૂરજ.. ધરોઇ ડેમ બનશે આકર્ષક ટુરિઝમ ડેસ્ટિનેશન, મુખ્યમંત્રીએ ડેમ સ્થળનું કર્યું નિરીક્ષણ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉત્તર ગુજરાતના ધરોઇ ડેમ વિસ્તારનો વર્લ્ડ ક્લાસ સસ્ટેઇનેબલ ટુરિસ્ટ પિલગ્રિમેજ ડેસ્ટીનેશન તરીકે વિકાસ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રાજ્ય સરકારે આ હેતુસર ધરોઇ ડેમને પ્રવાસન પ્રવૃત્તિના વિકાસ કેન્દ્રમાં રાખી તેની આસપાસના 90 કિ.મી ની ત્રિજ્યાના વડનગર, તારંગા, અંબાજી અને રાણ કી વાવ જેવા પ્રસિદ્ધ સ્થળોને સાંકળીને ધરોઇને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા વિવિધ પ્રોજેકટ્સની કામગીરી શરૂ કરી છે.

મુખ્યમંત્રીએ ધરોઇ ડેમનું કર્યું નિરીક્ષણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં આ પ્રોજેકટ્સની જાણકારી માટે ધરોઇ ડેમ સાઇટ પર જઇને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રોજેક્ટમાં સૂચિત રોડનેટવર્ક અન્‍વયે પ્રથમ તબક્કામાં એડવેન્ચર ડ્રાઇવ રોડ અને ટર્મિનલ રોડની કામગીરીની મુખ્યમંત્રીશ્રીએ તલસ્પર્શી માહિતી મેળવી હતી. ધરોઇના ડેમના આ સમગ્ર વિસ્તારનું જે ટુરીઝમ પોઇન્‍ટ ઓફ વ્યૂથી ડેવલપમેન્‍ટ થવાનું છે. ધરોઇ રિજિયનનો આ વિકાસ પ્રોજેકટ સમગ્રતયા અંદાજે રૂ. 1,100 કરોડના ખર્ચે ત્રણ તબક્કામાં હાથ ધરાશે.

જાણો ક્યાં પ્રકારની હશે સુવિધાઓ…

જેમાં મુખ્યત્વે એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ એરીના, અન્ય સુવિધાઓ અને ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર, રિવર એડ્જ ડેવલપમેન્‍ટ લેઝર શો ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે એમ્ફી થિયેટર, પંચતત્વ પાર્ક (બોટેનિકલ ગાર્ડન), વિઝિટર સેન્‍ટર એન્‍ડ વોટર એક્સપિરિયન્સ પાર્ક, અર્થ એક્સપિરિયન્સ પાર્ક, નાદ બ્રહ્મ ઉપવન, વિન્‍ડ એક્સપિરિયન્સ પાર્ક તેમજ સન એક્સપિરિયન્સ પાર્ક, સ્કાય એક્સપિરિયન્સ પાર્ક, આઇલેન્‍ડ ગેટ વે અને જેટ્ટી તથા ઓપન ગ્રીન પાર્ક સહિતના આકર્ષણો જોડવાનું આયોજન કરવામાં આવેલું છે.

રિજિયન ટુરિઝમ

આ પ્રોજેકટ્સને પરિણામે ઉત્તર ગુજરાત વિસ્તારની એક આકર્ષક ટુરીઝમ સરકીટ તરીકે ધરોઇ ડેમ વિસ્તાર મુખ્ય આર્થિક બળ બનશે. એટલું જ નહીં સ્પિરિચ્યુઅલ ટુરિઝમ, એડવેન્ચર્સ ટુરિઝમ, ઇકો એન્‍ડ રિક્રિએશનલ એક્ટિવિટીઝ ડેવલપ થવાથી આ સમગ્ર વિસ્તારમાં રિજિયન ટુરિઝમ ડેવલપ થશે. આ ઉપરાંત પ્રવાસીઓની અવર-જવરને કારણે સ્થાનિક સ્તરે આર્થિક ગતિવિધિને વેગ મળવા સાથે રોજગારીના અવસર પણ ઉભા થશે.

Rajasthan CM Update: દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ભાજપે રાજસ્થાનના ડેપ્યુટી સીએમ તરીકે કર્યા જાહેર

કોણ છે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી ભજનલાલ શર્મા? રાજનાથ સિંહની મોટી જાહેરાત..

Rajasthan CM Update: ભજનલાલ શર્મા હશે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સ્થળ નિરીક્ષણ મુલાકાતમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડૉ. હસમુખ અઢિયા, સલાહકાર એમ.એસ.રાઠૌર, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, પ્રવાસન સચિવ હારિત શુક્લા તેમજ જળસંપત્તિ સચિવ કે.એ.પટેલ તથા સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.

 

 


Share this Article