Breaking: માલધારી સમાજ સામે આખી સરકાર ઝૂકી, વિધાનસભામાં સરકારે રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચ્યો, જીતુ વાઘાણીની જાહેરાતથી ચારેકોર ખુશી

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

માલધારી સમાજ આખરે જીતી ગયો અને સરકારે નમતું ઝોખી લીધું છે. ગુજરાત વિધાનસભાના 2 દિવસીય ટૂંકા સત્ર દરમ્યાન આજે અધ્યક્ષ દ્વારા રખડતા ઢોર નિયંત્રણ બિલને પરત ખેંચવાની અનુમતિ આપી દેવાઇ છે. આ પહેલાં રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવેલું બિલ રાજ્યપાલે પુનઃવિચારણા માટે મોકલ્યું હતું. જેના પર આખરે આજે નિર્ણય આવી ગયો અને આજના વિધાનસભાના પ્રથમ સત્રમાં જ ‘રખડતા ઢોર નિયંત્રણ’ બિલને પરત ખેંચવામાં આવ્યું છે.

આપણે સૌએ જોયું જ છે કે આ કાયદાનો રાજ્યભરમાં પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે રાજ્યભરમાં ઠેર-ઠેર દૂધ ઢોળીને કાયદો રદ કરવાની માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાત વિધાનસભામાં આજથી 2 દિવસીય ટૂંકુ સત્ર શરૂ થયું છે. જેમાં આજે પ્રથમ દિવસે જ આ બિલને પરત ખેંચી લેવાયું છે. જ્યારથી આ નિર્ણય આવ્યો ત્યારથી માલધારી સમાજમાં ચારેકોર ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે.

જો માલધારીઓની મુખ્ય માંગોમાં ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો ૨૦૨૨ સંપૂર્ણ નાબૂદ કરવો, ગીર બરડા આલેચના માલધારીઓના ૧૭૫૫૧ કુટુંબોને ST દરજ્જ પુનઃ સ્થાપિત કરવો, માલધારી – ગોપાલક મંડળીઓને મતનો અધિકાર જે રદ કરેલ છે તે પુનઃસ્થાપિત કરવો, ગુજરાત સરકાર ૧૦૦ પશુએ ૪૦ એકર ગૌચર નિયત કરવું તેના પર દબાણો દૂર કરવા, નંદી વસાહત શહેરની બહાર પુનઃસ્થાપિત સહીતની માંગણીઑ કરાઇ રહી છે. ત્યારે સરકારે તો આ કાયદો પરત ખેંલી લીધો છે.


Share this Article