15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર 1 ફેબ્રુઆરીથી થશે શરૂ, 29 ફેબ્રુઆરી ચાલનાર સત્રમાં 26 બેઠકો પર થશે ચર્ચા

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujatat News: 15મી ગુજરાત વિધાનસભાનું ચોથુ સત્ર એક ફેબ્રુઆરી 2024થી શરૂ થશે. આ બજેટ સત્રમાં તારિખ 2 ફેબ્રુઆરીએ નાણાંમંત્રી કનુ દેસાઈ વિધાનસભામાં અંદાજપત્ર રજૂ કરશે. પ્રવકતા મંત્રીએ માહિતી આપતા જાણાવ્યું હતું કે, આ સત્રમાં પૂર્ણ કક્ષાનું બજેટ વિધાનસભા ખાતે રજૂ કરાશે.

સરકારી વિધેયકો અને અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા અને માંગણીઓ પર પણ વિધાનસભા ગૃહમાં ચર્ચા થશે. બંધારણના અનુચ્છેદ મુજબ તારીખ 1લી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વિધાનસભા ગૃહની બેઠકને સંબોધન કરશે. જે બાદ વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના સંબોધનને લઈ આભાર પ્રસ્તાવ રજૂ થશે.

તેમણે કહ્યું કે, વર્ષ2024-25નું બજેટ તારિખ 2 ફેબ્રુઆરીના રોજ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવશે. આ સત્ર બજેટનું સત્ર હોવાથી બજેટ પર સામાન્ય ચર્ચા અને માંગણી ઉપર ચર્ચા તેમજ મતદાન માટે બેઠકો થશે. વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવેલા બજેટસત્રમાં 26 બેઠકોમાં ચર્ચા થશે.

જમીનના મની લોન્ડરિંગ કેસમાં મોટું અપડેટ, EDની ચાર્જશીટમાં પહેલીવાર પ્રિયંકા ગાંધીનું નામ, જાણો સમગ્ર મામલો

વિશ્વમાં મોદીનો જલવો… પુતિને પીએમ મોદીને યુક્રેન યુદ્ધની આપી દરેક અપડેટ, રશિયાની મુલાકાત લેવા આપ્યું આમંત્રણ

બિહારમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ… નીતિશ કુમાર કેબિનેટનું કરી શકે વિસર્જન, NDAમાં સામેલ થવા મૌન?

સત્ર દરમિયાન સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજ માટેની ચર્ચા માટે પણ બેઠકો રાખવામાં આવી છે. જે અંતર્ગત સરકારી વિધેયકો તેમજ સરકારી કામકાજના પ્રશ્નોની ચર્ચા થશે. વિધાનસભા સત્ર દરમિયાન દિવસના પ્રથમ એક કલાક દરરોજ પ્રશ્નોત્તરી માટેનો રહેશે. જ્યારે વિધાનસભા સત્ર દરમ્યાન કામકાજના 24 દિવસ રહેશે.


Share this Article