Gujarat News: હાલમાં ઈશ્વરીયા ગામથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈક્બાલ નામના યુવકે ભરતભાઈ પિપરોતરના 8 વર્ષના માખણ જેવા દીકરાનું અપહરણ કર્યું છે. 40 દીવસ પહેલા દીકરી સેજલનું અપહરણ કર્યું હતું અને હવે સેજલના ભાઈ રવિનું અપહરણ કરતાં સગર સમાજમાં આકરો રોષ ભભૂક્યો છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આખો બનાવ કંઈક એ રીતે બન્યો કે ભરતભાઈ સગરની દીકરી સેજલને ઈશ્વરીયા ગામનો જ ઈક્બાલ નામનો વિધર્મી 40 દિવસ પહેલા અપહરણ કરીને ઉપાડી ગયો હતા.
એના બીજા જ દીવસે સેજલના પરિવારના લોકોએ સેજલને શોધી લીધી અને ત્રીજા જ દિવસે અમરદડ ગામમાં લગ્ન કરાવી દીધા. ત્યારથી જ ઈક્બાલ ભીમાભાઈ અને પરિવારને અવનવી ધમકી આપતો હતો અને દીકરાનું પણ અપહરણ કરવાની ધમકી આપતો હતો.
આજે તારીખ 27 સપ્ટેમ્બરના રોજ આ વિધર્મી યુવકે સવારે 10:30 વાગ્યે ઈશ્વરીયા ગામના પાદરમાંથી જ ભરતભાઈના દીકરાનું અપહરણ કરી લીધું. જ્યારે સવારે દીકરો શાળાએ જતો હતો ત્યારે આ યુવક મોં પર રુમાલ બાંધી છરીની અણીએ ગામમાંથી જ ધોળા દિવસે કિડનેપ કરી ગયો.
અખાતી દેશોમાંથી રિલાયન્સ પર નાણાંનો બેફામ વરસાદ, અંબાણીને બીજું સૌથી મોટું ભંડોળ મળ્યું
તહેવારોની સિઝન પહેલા SBIએ આપી સૌથી મોટી ભેટ, હવે જાન્યુઆરી 2024 સુધી મળશે આ ખાસ સુવિધા
આજથી જ મેઘરાજાએ બાય બાય કહેવાનું શરૂ કરી દીધું, પરેશ ગોસ્વામીની આગાહી ખેડૂતો ખાસ જાણી લેજો
હાલમાં સગર સમાજમાં આ ઘટનાને લઈ આકરું વલણ જોવા મળી રહ્યું છે અને આક્રોશનો માહોલ છે. અલગ અલગ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે ભરતભાઈના દીકરાની શોધખોળ ચાલી રહી છે.