રાજસ્થાન-ગુજરાતની બોર્ડરથી દારૂ પકડાયો હોવાની ઘટના સતત સામે આવી રહી છે. બોર્ડર વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે છતા પણ બુલેટગારો દારૂ લાવવા નવા રસ્તા શોધી રહ્યા છે. અરવલ્લીના શામળાજી પોલીસ મથકમાંથી જ ખાલી છેલ્લા એક અઠવાડિયામાં એક કરોડનો દારૂ ઝડપાયો છે. આ મામલે પોલીસે 20 લાખ ઉપરના દારૂ મામલે કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા છે.
મળતી માહિતી મુજબ છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વાહનોમાંથી પોલીસે 1655 પેટી દારૂ અને 3 આરોપીઓને પકડી પાડ્યા છે. 31 ઓગસ્ટ તેમજ 03 અને 04 સપ્ટેમ્બરના રોજ શામળાજી પોલીસે અણસોલ ચેકપોસ્ટ પાસેથી પણ વાહન તપાસ દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો જેમા 31 ઓગસ્ટના રોજ ઝડપાયેલ ટ્રકમાં 470 પેટી દારૂનો 33 લાખનો કુલ 41 લાખનો મુદ્દામાલ ઝડપાયો હતો.
આ સિવાય 03 સપ્ટેમ્બરે 15.41 લાખની 430 પેટી દારૂ, 23.43 લાખનો મુદ્દામાલ ઝડપયો છે. આ બાદ 04 સપ્ટેમ્બરે ટ્રકમાંથી 38 લાખ કિંમતની 755 પેટી સાથે 48 લાખનો મુદ્દામાલ અને ત્રણ આરોપીઓને ઝડપ્યા. આ સિવાય વાત કરીએ ગત વર્ષની તો એક વર્ષમાં 10 કરોડનો દારૂ, ચાલુ વર્ષે 8 મહિનામાં 6 કરોડનો દારૂ ઝડપાયો હતો.