સતત કોરોનાના વધતાં કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ત્યારે સરકાર પણ કોરોના વાયરસ સામે રક્ષણ આપતી વેક્સિન લેવા માટે ભાર મૂકી રહી છે, ત્યારે સરકારની સૂચના મુજબ 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવા માટે અમીરગઢ આરોગ્ય તંત્રએ ડુંગર ખુદયા છે. આજે દરેક વ્યક્તિ સુધી વેક્સિન પહોંચે તેના માટે સરકાર દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. તેમજ સરકાર દ્વારા દરેક નાગરિકને વેક્સિન લેવા માટે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમીરગઢ આરોગ્ય તંત્રએ દરેક વ્યક્તિને વેક્સિન આપવા માટે જુંબેશ ચલાવી છે.
અમીરગઢ તાલુકો ડુંગરાળ તેમજ આદિવાસી વિસ્તાર હોવાથી લોકો વેક્સિન લેવાનું ટાળી રહ્યા છે, લોકો વેકસીને લઈને જાગૃત નથી ત્યારે અમીરગઢનો કોઈપણ વ્યક્તિ વેક્સિન વગર ના રહે તે હેતુ થી સ્થાનિક આરોગ્ય વિભાગ જાણે કમ્મર કસી હોય તેમ ડુંગર ખુંદી રહ્યા છે. અમીરગઢ આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા અઠવાડિયામાં 15 થી 18 વર્ષના 3000 જેટલા બાળકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યારે ડુંગરાળ વિસ્તારમાં ફરતા તમામ લોકો સુધી વેક્સિન પહોંચે તેવા સરકાર પ્રયત્નો કરી રહી છે.