એક તરફ રાજ્યમાં કોરોના કેસોમા ભારે ઉછાળો થઈ રહ્યો છે અને બીજી તરફ મેડિકલ સ્ટોર્સમાં દવાઓના વેચાણમાં તગડો વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે આજે રાજ્યના તોલમાન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી જે અંતર્ગત 40 જેટલી મેડકલ સ્ટોર્સ-એકમોમાં લુંટ થતી ઘટ્ના સામે આવી છે. તપાસમા MRP સાથે છેડછાડ કરી હોવાનુ સામે આવતા રૂ.5 લાખનો દંડ વસૂલ કરાયો છે.
વેપારીઓ અપુરતી માહિતી આપી ગ્રાહકો અંધારામાં રાખીને છેતરી રહ્યા હતા અને આ કારણે સારવારમાં પણ ઉણપ રહેવાની સંભાવના સેવાય છે. આ બાદ હવે તોલમાપ વિભાગ એકશનમા આવતા દર્દીઓને યોગ્ય ડીવાઇઝ મળી રહે તે માટે રાજયમાં મેડીકલ ડીવાઇઝના વિક્રેતા તથા મેડીકલ સ્ટોર્સ પર ચેકિંગ કરી રહ્યા છે.
જાણવા મળ્યુ છે કે કરેલી કાર્યવાહીમા સૌથી વધુ 9 એકમો વડોદરાના છે. આ સિવાય અમદાવાદના 5, રાજકોટના 6, જામનગરના 5, સુરેન્દ્રનગરના 3, પાલનપુરના 4, મહેસાણાના 2, સાબરકાંઠાના 2 તથા કચ્છના 2 એકમોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ આ પ્રકારની ઝુંબેશ ગુજરાતમાં જ નહી પણ દેશમાં પણ પ્રથમ વખત થઇ છે. એક તરફ કોરોનાના કેસ વધતા ઓક્સીમીટર, ડીઝીટલ થર્મોમીટર, ઇન્ફ્રારેડ થર્મોમીટર, ઇ.સી.જી. મોનીટર, સેનીટાઇઝર, તથા માસ્કનો બહોળા પ્રમાણમાં લોકો ખરીદી કરી રહ્યા છે. આ ચેકિંગ બાદ સ્પષ્ટ સુચના આપવામા આવી છે કે ઉત્પાદનો ઉપર કાયદાથી નક્કી થયેલા પ્રમાણો જેવા કે ઉત્પાદક-પેકર-ઇમ્પોર્ટરનું નામ અને સરનામું, પ્રોડકટનું નામ, પેકીંગ-મેન્યુફેકચરીંગ માસ અને વર્ષ, એમ.આર.પી. અને અન્ય માહિતી દર્શાવવું ફરજીયાત છે.