માવજી વાઢેર (ઉના ગીર સોમનાથ )
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર હાલ જ રાજ્યના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સાથે સાથે જ વરસાદ પણ પડ્યો હતો, ત્યારે આ કમોસમી વરસાદને કારણે ખેડૂતને ફરી એક વખત રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે, ઊના તાલુકાના ગામડામાં કમોસમી વરસાદથી ખેડૂતોના તૈયાર પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાનથયું છે, થોડા સમય પહેલા જ માવઠાને કારણે ખેડૂત મુશ્કેલીમાં મૂકાયો હતો ત્યારે ફરી એકવાર માવઠું આવવાથી ખેડૂત ઉપર ચિંતાના વાદળો ઘેરાયા છે.
અચાનક વાતાવરણમાં પલટો અને કમોસમી વરસાદને કારણે ખેડૂતના પાકને વ્યાપક નુકશાન થયું છે, ત્યારે હવે ફરી એકવાર ખેડૂતો દ્વારા સરકાર પાસે વળતરની માંગણી કરવામાં આવી છે, માવઠાને કારણે ખેડૂતોના પાકને વ્યાપક નુકશાન થયું છે, ખેડૂતે ફરી એકવાર નુકશાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે ખેડૂત સરકાર પાસે વળતરની આશા રાખીને બેઠો છે.