સેલ્ફીના ચક્કરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હોય તેવી ઘટનાઓ પ્રકાશમાં આવી છે, તેમ છતાં પ્રવાસન સ્થળો કે કોઈ જાહેર સ્થળોએ સેલ્ફીના ચક્કરમાં લોકો જીવ ગુમાવતા હોયા છે. આવો જ એક કિસ્સો દિવના નાગવા બીચ પાસે સામે આવ્યો છે. જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. નાગવા બીચ પાસે સેલ્ફી લેવાના ચક્કરમાં સુત્રાપાડાના યુવાનનો પગ લપસ્યો હતો અને જેના કારણે તે દરિયામાં ગરકાવ થઈ ગયો હતો. બાદમાં યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.
આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે મિત્રો સાથે દીવના નાગવા બીચ ફરવા આવેલા ૩૮ વર્ષીય સુત્રાપાડાના યુવાનનું દરિયામાં ડૂબી જવાથી કરૂણ મોત નિપજ્યું છે. આંધ્ર પ્રદેશનો યુવક દુર્ગા પ્રસાદ વેંકટરાવ ગેરડી સૂત્રાપાડાની કંપનીમાં નોકરી કરતો હતો અને રજાઓના દિવસોમાં તે મિત્રો સાથે ફરવા બીચ પર આવ્યો હતો. નાગવા બીચમાં મિત્રો સાથે દરિયામાં ન્હાવા ગયા ત્યારે સેલ્ફી લેવાની ઘેલજાએ યુવકે જીવ ગુમાવ્યો હતો.
જાણવા મળી રહ્યું છે કે આ યુવક સેલ્ફી લેતો હતો ત્યારે દરિયાના પ્રચંડ મોજાએ થપાટ મારતા તેનો પગ લપસ્યો હતો અને જાેતજાેતામાં તે દરિયામાં ડૂબી ગયો હતો. યુવક દીવમાં ડુબી જતાં તાત્કાલિક ધોરણે સ્થાનિક વોટર સ્પોર્ટ્સ દ્વારા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતું. દરિયામાંથી બહાર કાઢીને યુવકને ૧૦૮ દ્વારા દિવની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જાે કે હોસ્પિટલના ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે મૃતદેહનો કબજાે મેળવીને તેને પી.એમ અર્થે મોકલ્યો છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.