વડોદરા કોરોનાએ કહેર વર્તાવ્યો છે. વધતા કેસો જોતા શહેરમાં ટ્રોમાં સેન્ટરના 6 વિભાગને રાતોરાત ખાલી કરાયા છે અને 150 દર્દીઓને બીજી જગ્યાએ શિફ્ટ કરાયા છે. હાલ એસ.એસ.જીના આઇસોલેશન વોર્ડમાં 12 દર્દીઓ દાખલ છે. આ અગાઉ જ્યારે વડોદરામાં પહેલી અને બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં લોકોના મોત થયા ત્યારે કલાકનું વેટિંગ સરકારી શબવાહીનીઓ માટે ચાલી રહ્યુ હતુ.
તે સમયે ખાનગી શબવાહીનીઓના માલિકોએ તેનો ભરપૂર લાભ લીધો હતો અને લોકો પાસે 4 થી 5 ગણા પૈસા લૂંટયા હતા. હવે ફરી એકવરા ત્રીજી લહેરમા કોરોનાથી થતા મોતનો આંકડો આંકાશ આંબી રહ્યો છે ત્યારે પહેલા જેવી લુંટની સ્થિતિ સર્જાય તેવી શકયતાઓ સેવાઈ રહી છે. આ અંગે એક આર.ટી.આઈમાં મોટો ખુલાસો થયો છે.
મળતી માહિતી મુજબ હાલ શહેરની પાલિકા પાસે ફક્ત 22 શબવાહીનીઓ અને એસ.એસ.જી હોસ્પિટલ પાસે 12 શબવાહીની જ છે. આ સાથે તેમાથી 7 શબવાહીનીઓ ઉપયોગમાં લઈ શકાય તે હાલતમા નથી. આ મુજબ ગણતરી કરીએ તો શહેરમા દર એક લાખ લોકોએ માત્ર એક જ શબવાહીની છે. આ બાદ હવે વિપક્ષે આ મુદ્દો ઉઠાવ્યો છે અને પાલિકાને મોતના આંકડા મુજબ નવી શબવાહીની ખરીદવા કહ્યુ છે.