ગુજરાતના વલસાડ નજીક ટ્રેનને પાટા પરથી ઉતારવાના કાવતરાના ભાગરૂપે અસામાજિક તત્વોએ પાટા પર સિમેન્ટના થાંભલા મૂક્યા. આ દરમિયાન અહીંથી પસાર થઈ રહેલી મુંબઈ-દિલ્હી રાજધાની એક્સપ્રેસ આ થાંભલા સાથે અથડાઈ હતી. આ ઘટનામાં કોઈપણ પ્રકારનું નુકસાન થયું ન હતું. પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.
શુક્રવારે મોડી સાંજે ગુજરાતના વલસાડ નજીક એક મોટું કાવતરું નિષ્ફળ ગયું હતું જ્યારે ટ્રેનને પાટા પરથી ઉતારવા માટે સિમેન્ટના થાંભલા મૂકવામાં આવ્યા હતા. મુંબઈ-હઝરત નિઝામુદ્દીન ઓગસ્ટ ક્રાંતિ રાજધાની એક્સપ્રેસ વલસાડ નજીક અતુલ સ્ટેશન પાસે પાટા પર રાખવામાં આવેલા આ સિમેન્ટના થાંભલા સાથે અથડાઈ હતી, એમ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું.
ટ્રેન સાથે અથડાયા બાદ થાંભલો પાટા પરથી ઉતરી ગયો હતો. આ ઘટનામાં ટ્રેન અને મુસાફરોને કોઈ નુકસાન થયું નથી. ઘટના બાદ ટ્રેન ચાલકે અતુલ રેલવે સ્ટેશનના સ્ટાફને જાણ કરી હતી. માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અને રેલ્વે અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળનો તાગ મેળવ્યો હતો. પોલીસ મહાનિરીક્ષક (સુરત રેન્જ) રાજકુમાર પાંડિયને જણાવ્યું હતું કે, “કેટલાક બદમાશોએ ટ્રેક પર સિમેન્ટનો પોલ મૂક્યો હતો