મતદાનની બાબતે આદિવાસી મતદાન મથકોએ શહેરોને પછાડી દીધા, સવારથી સાંજ સુંધી લાંબી લાઈનો લાગેલી જોવા મળી!

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

માહિતી બ્યુરો,પાલનપુર: 10- દાંતા વિધાનસભા મત વિસ્તારના આદિવાસી મતદાન મથકો પર વહેલી સવારથી જ ભારે મતદાન જોવા મળ્યું હતું. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિના કાર્યક્રમો થકી આ વિસ્તારમાં મતદાન અંગેની જાગૃતિ જોવા મળી. દાંતા તાલુકાના વશી, પીપળાવાળી વાવ, હરિવાવ, કુવારશી, વસઇ દેવડી જેવા આદિવાસી વિસ્તારમાં મતદાનનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. ખાસ કરીને મહિલા મતદારોએ આ બુથો પર મતદાનમાં ખૂબ ઉત્સાહ બતાવી તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો.

દાંતા તાલુકાના વશી ગામે પ્રાથમિક શાળા મતદાન મથક પર સવારથી જ મતદાર ભાઈ બહેનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બપોર પછી ખેતર અને ઘરકામથી પરવારી લોકોએ મતદાનની પવિત્ર ફરજ નિભાવી હતી. સાંજના મતદાન પૂર્ણ થવાના એક કલાક પહેલાં મતદાન મથકે મહિલાઓ અને પુરૂષો ઉમટી પડ્યા હતા. મતદાન મથક પર મતદારોની લાંબી કતાર જોવા મળી હતી.

યુવા મતદાર રવિન્દ્રકુમાર પરમારે ઉત્સાહભેર મતદાન કરી મતદાન મથક પર તંત્ર દ્વારા કરાયેલી વ્યવસ્થાઓ અંગે સંતોષ વ્યક્ત કરી લોકોને મતદાનની અપીલ કરી હતી. તો વૃદ્ધ મહિલા મતદાર રતનબેન પરમારે દરેક ચૂંટણીમાં મતદાન કરે છે અને મતદાન અવશ્ય કરવું જોઇએ એમ જણાવી મતદાન માટે અપીલ કરી હતી.


Share this Article