વલસાડની સિંગર વૈશાલી હત્યા મામલે મોટો ખુલાસો, કોઈને પતાવી દવાના પૈસાનો ઉપયોગ આરોપી આવી જગ્યાએ કરતો

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

સિંગર વૈશાલી બલસારાની હત્યા કેસ મામલે એક પછી એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે.
વલસાડની જાણીતી સિંગરની હત્યાનો સમગ્ર ખેલ રચનાર આરોપીની આખરે પોલીસે પંજાબથી ધરપકડ કરી લીધી છે. આઓપીએ વૈશાલીનું મફલરથી ગળું દબાવીને તેને મોતને ઘાટ ઉઅતારી દેવામા આવી હતી. મુખ્ય આરોપી પ્રવિણસિંગ ઉર્ફે પિન્નીની પૂછપરછમાં મોટા ખુલાસોઓ થઈ રહ્યા છે.


પૂછપરછમાં સામે આવ્યુ છે કે ગુનાહિત પ્રવૃત્તિઓમાંથી મેળવેલા રૂપિયાને આરોપીએ લક્ઝરી લાઇફ સ્ટાઇલમાં જીવન જીવવા, મોંઘા ટેટુઓ ચીતરાવવા કર્યા છે. આ હત્યા કેસ અંગે વિગતે વાત કરીએ પારડીની પાર નદીના કિનારેથી ગઈ 28 ઓગસ્ટે બીનવારસી એક કાર મળી આવી હતી અને આ કારમાંથી ગાયિકા વૈશાલી બલસારાનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકરાર મચ્યો હતો. આ બાદ પોલીસે ઘટના સ્થળે પહોચીને તપાસ ચાલુ કરી.


આ દરમિયાન જાણવા મળ્યુ કે વૈશાલીની હત્યા તેની જ મિત્ર બબીતાએ કરાવી છે કારણ કે બબીતાએ વૈશાલી પાસેથી લીધેલા 25 લાખ રૂપિયા તેને પરત આપવાનો ઈરાદો ન હતો. આખો ખેલ રચવા તેણે પંજાબના કોન્ટ્રાક્ટ કિલરોને 8 લાખની સોપારી આપી હોવાનો ખુલાસો થયો છે. આ અગાઉ જ પોલીસે બબીતાની ધરપકડ કરી લીધી છે. પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ વૈશાલીની હત્યા કરનાર આરોપી કોન્ટ્રાક્ટ કિલર ત્રિલોકસિંગ લાલસિંગ સુખવિંદર ઉર્ફે ઇલુ ઉર્ફે સૂખાભાટી સામેલ છે અને તેમની ધરપકડ કરી લેવામા આવી છે.


Share this Article