આ વખતે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ઓછો વરસાદ પડી શકે છે. ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના છે. દેશમાં મોટા ભાગે ચોમાસું સારૂં રહેશે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. દેશમાં 96 ટકા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અલનીનોની વધારે પડતી અસર રહી શકે છે. ખેડૂતો માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર કહી શકાય. ગુજરાત માટે ચોમાસાને લઈને થોડી ચિંતા પણ હાલમાં દેખાઈ રહી છે. ગુજરાત અને પશ્ચિમ ભારતમાં ચોમાસું નબળું રહી શકે છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા જે વાત કરવામાં આવી છે એ પ્રમાણે જોઈએ તો ચોમાસાને લઇને જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાને ખેડૂતોની ચિંતા વધારી છે. ખાસ કરીને ગુજરાતમાં ઉનાળા દરમિયાન માવઠાને લીધે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડી શકે. આવામાં ખેડૂતો ચોમાસાથી મીટ માંડીને બેઠા હતા. પરંતુ ગુજરાતમાં 92 ટકાથી ઓછા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને નિરાશાનો માહોલ છે.
આ સાથે જ આગાહીની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ગુજરાતમાં બે દિવસ વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં હળવા વરસાદની સંભાવના છે પરંતુ ક્યાંક ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુરુવારે કરેલી આગાહીમાં અમદાવાદ માટે 5 દિવસ યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે માછીમારોને પણ વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાંચો
અમિત શાહની ભવિષ્યવાણી… નરેન્દ્ર મોદી બનશે સતત ત્રીજી વખત PM, ભાજપ કેટલી સીટો જીતશે એ પણ જણાવ્યું
જેઠાલાલ ભલે ખડખડાટ હસાવતા હોય, પરંતુ એમની કહાની સાંભળીને તમે ચોધાર આંસુએ રડશો, જાણો એકદમ નવી વાત
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડિરેક્ટર મનોરમા મોહંતી દ્વારા ગુરુવારે કરવામાં આવેલી આગાહીમાં જણાવવામાં આવ્યું હતું કે રાજ્યમાં તારીખ 28 અને 29મીએ લોકલ કન્વેક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વરસાદ થવાની સંભાવનાઓ છે. કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ પણ છે.