વિજ્ઞાન ગુર્જરી દ્વારા ગુજરાત ભરમાં 30 જેટલા જિલ્લાઓમાં તારીખ 01 ઓગસ્ટ 2024 થી 12 ઓગસ્ટ 2024 સુધી ગુજરાતની 660 જેટલી વિવિધ સ્કૂલો કોલેજો યુનિવર્સિટી તથા સંશોધન સંસ્થાઓમાં ભારતીય વિજ્ઞાન તથા ભારતીય વૈજ્ઞાનિકો ના વિષયને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવામાં આવ્યા.
જેમાં ગુજરાત ગુજરાત ભરમાંથી 660 વિવિધ સંશોધન સંસ્થાઓમાં કામ કરતા વૈજ્ઞાનિકો, શિક્ષણવિદો ઔદ્યોગિક તજજ્ઞ દ્વારા ભારતીય વૈજ્ઞાનિકોને દ્વારા આપવામાં આવેલા યોગદાનને વિશ્વભરમાં કેવી રીતે ઉપયોગી નીવડ્યું તે વિષય ઉપર ચર્ચા તથા આવનારા સમયમાં કઈ પ્રકારની ટેકનોલોજીઓ આવશે કયા પ્રકારના સંશોધનો આવશે તે વિષયોને પણ જોડીને વિદ્યાર્થીઓ ને વિજ્ઞાન સાથે કેવી રીતે રસ જગાવી શકાય તેવા 660 થી વધારે કાર્યક્રમો કરવામાં આવ્યા.
આ સમગ્ર કાર્ય શાળાઓ ની શુલ્ક ધોરણે થઈ અને સ્વયંભૂ રીતે તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને વધુમાં વધુ વિજ્ઞાન પ્રત્યે રસ કેવી રીતે વધે કેવી રીતે તે આવનારી આવનારા સમયમાં આત્મ નિર્બળ ભારતને તથા સ્વાવલંબન ભારતના ઉદ્દેશ્યને સાકાર કરી શકે તે હેતુને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમમાં કરવામાં આવ્યા હતા. જેમાં 70 હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ સાથે દરેક કાર્યક્રમ કરતી વખતે સ્કૂલ કોલેજમાં વૃક્ષારોપણનું આયોજન પણ કરવામાં આવ્યું જેમાં 4000 થી વધુ વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું તો આ સમગ્ર કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા દ્વારા અને વર્લ્ડ રેકોર્ડ માં બુક કરવામાં આવ્યું છે. જેનું પ્રમાણપત્ર ગુજરાત ના માનનીય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનસેરિયા અને પાવન સોલંકી પ્રેસિડેન્ટ ના હસ્તે સમગ્ર કાર્યક્રમના ફાઉન્ડર તરીકે જીગ્નેશભાઈ બોરીસાગર જે હાલ ગુજરાત પ્રદેશ મંત્રી છે પ્રદેશ અધ્યક્ષ પ્રોફેસર ચૈતન્ય જોશી ને ગાંધીનગર ખાતે આપવા માં આવ્યું હતું
જો તમારે 32 દાંત હોય તો રાજાની જેમ મળશે ત્રણેય લોકના સુખ! જાણો 28, 29 અને 30 વાળાનું શું થાય?
આ સમગ્ર સ્ટુડન્ટ ઇનોવેશન વેસ્ટ અંતર્ગત કરવામાં આવે છે છેલ્લા ચાર વર્ષથી દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં સૌથી પહેલા 16 જેટલી કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 75 દિવસ સુધી 75 કાર્યક્રમનું આયોજન વિવિધ જગ્યામાં કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એક જ દિવસમાં 361 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાતમાં વિજ્ઞાન પ્રત્યે વિદ્યાર્થીઓમાં રુચિ વધે અને લોકો વિજ્ઞાન વિષયને કોલેજમાં લઈ લઈ શકે એવા પ્રયત્નો વધારેમાં વધારે વિજ્ઞાન ગુજરી દ્વારા કરવામાં આવી રહ્યા છે.