વિજય રૂપાણીએ પણ ભૂક્કા બોલાવી દીધા.. કહ્યું-આ ચૂંટણી રામ મંદિર બનાવનારા અને તેને અટકાવનારાઓ વચ્ચે છે

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

રાજ્યમા વિધાનસભા ચૂટણીને હવે ગણતરીના દિવસો વાકી છે. દિગ્ગજ નેતાઓ પ્રચારમા લાગી ગયા છે. ઉમેદવારોની યાદીઓ પણ દરેક પાર્ટી દ્વારા જાહેર કરવામા આવી રહી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી રહેલા વિજય રૂપાણીનુ નામ આ યાદીમા સામેલ છે નહી. જો કે તેઓ ચૂંટણી લડી રહ્યા નથી પણ પાર્ટીમા પ્રચાર કરવા લાગી ગયા છે. મોરબીમાં તેમની હાજરીમાં એર્ક સભા યોજાઈ હતી અને આ દરમિયાન વિજય રૂપાણીનુ મોટુ નિવેદન સામે આવ્યુ છે.

માહિતી મુજબ માળિયાની બેઠક પરથી મેદાને ઉઅતરેલા કાંતિભાઈ અમૃતિયાનું ચુંટણી પ્રચાર મધ્યસ્થ કાર્યાલય આજે મોરબીના પંચોલી ગ્રાઉન્ડ ખાતે કાર્યરત હતું જેના ઉદ્ઘાટનમા વિજય રૂપાણી પહોંચા હતા. વિજય રૂપાણીએ મોરબીમા કહ્યુ કે દુશમનને જરા પણ ઓછો આંકવાની જરૂર નથી. ‘યુવાનો કો કામ, અયોધ્યામાં રામ, કિસાનો કો સહી દામ’નું સૂત્રનો ઉલ્લેખ કર્યો હતો.  પણ આપ્યુ હતું.

આગળ વાત કરતા વિજય રૂપાણીએ કહ્યુ કે ભાજપ જે બોલે છે તે કરી બતાવે છે અને કોંગ્રેસ ન માત્ર ગુજરાતમાં પરંતુ રાષ્ટ્રીય લેવલે પણ પૂરી થઈ ગઈ છે. કોંગ્રેસ દિશાહીન છે, તેની પાસે ચૂંટણીના કોઈ મુદ્દા ન હોય તેથી હવામાં હવાતિયા મારે છે. આ ચૂંટણી જયંતીભાઈ કે કાંતિભાઈ નથી લડતા, આ ચૂંટણી ભાજપ કે કોંગ્રેસ વચ્ચે નથી. પરંતુ આ ચૂંટણી અયોધ્યામાં રામ મંદિર બનાવનારા અને રામ મંદિરને અટકાવનારાઓ વચ્ચેની છે.

આ સાથે રૂપાણીએ કહ્યુ કે આ ચૂંટણી કાશ્મીરમાં 370 ની કલમ હટાવનારા અને કલમને ન હટાવવાની લાગણી વ્યક્ત કરનારાઓની વચ્ચે છે. આમ રાષ્ટ્રીય મુદ્દે પૂર્વ મુખ્યમંત્રીએ કોંગ્રેસને આડે હાથે લીધુ હતું અને મોરબી જિલ્લાની વિધાનસભાની ત્રણે ત્રણ બેઠકો ઉપર ભાજપના કમળ ખીલશે અને જંગી બહુમતી સાથે ત્રણેય ઉમેદવારો ચૂંટાશે. ગુજરાતમાં સાતમી વખત ભાજપની સરકાર આવશે અને તે પણ રેકોર્ડ બ્રેક બેઠકો સાથે…

 

 


Share this Article
TAGGED: