વિશ્વનાથસિંહ વાઘેલા અને વિનયસિંહ તોમરે યુથ કોંગ્રેસના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું હતું. કોંગ્રેસ પાર્ટીને બન્ને નેતાઓએ અલવીદા કહી દીધુ છે. આ બાદ આજે સમાચાર આવ્યા છે કે કમલમ ખાતે વિશ્વનાથસિંહ વાઘેલા, વિનયસિંહ તોમર સહિત જીગર માળી, પાર્થ દેસાઈ, વિશાલ ઠાકોર, ભાવરી સમાજના ગુજરાત પ્રમુખ માલારામ ભાવરીએ કેસરિયા કર્યા છે. આ સિવાય તેમના અન્ય સમર્થકોએ પણ આજે ભાજપમા જોદાઈ ગયા છે.
મળતી માહિતી મુજબ આજે કમલમ ખાતે ગોરધન ઝડફિયાએ આ બધાને ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું. ભાજપમાં જોડાયા બાદ વિશ્વનાથસિંહ વાઘેલાએ કહ્યુ છે કે ‘હું ભાજપના નેતાઓ-કાર્યકરોથી પ્રેરાઈને ભાજપમાં જોડાયો. હું કાર્યકર બનીને કામ કરીશ.’ કોંગ્રેસ છોડવાનો નેતાઓનો સીલસીલો હજુ પણ યથાવત છે. ગુજરાત યુથ કોંગ્રેસના મંત્રી હેમાંગ પટેલે પણ યુથ કોંગ્રેસમાં રાજીનામું ધરી દીધું હતું.
આજે પાર્થિવ કઠવાડિયાએ કહ્યુ છે કે ‘કમલમમાં ખુરશીઓ ખાલી હતી એ બધાએ જોયું. આવાં લોકોના જવાથી કોઈ ફરક નથી પડતો. તેઓને યુવા સંગઠનનું નેતૃત્વ કરવાનો મોકો મળ્યો આ છતા તેઓ ભાજપમાં જોડાયા. આઠ લાખથી વધુ યુવા કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા છે અને ભાજપમાં તેમની સાથે 3 ટકા યુવાનો પણ નથી ગયા.’