Gujarat News: હાલમાં ગુજરાતમાં ઠંડીનું નામો નિશાન જોવા નથી મળી રહ્યું. પરંતુ આજે હવામાન વિભાગે આગાહી કરી એ પરથી લાગે છે કે ફરીથી ગુજરાતીઓને ઠંડીનો અનુભવ થશે અને સ્વેટર બહાર કાઢવા પડશે. ફેબ્રુઆરી માસના છેલ્લા સપ્તાહમાં ઠૂંઠવી નાંખે તેવી ઠંડીનો સામનો કરવો પડી શકે છે. ઠંડીની સીઝનમાં મહત્તમ 14 ડિગ્રી સુધી પારો ગગડી શકે છે. તેમજ રાત્રી તાપમાનમાં પણ ઘટાડો થઈ શકે છે.
હવામાન વિભાગે આગાહી કરી કે 21 ફેબ્રુઆરીએ હિમાચલ રિજિયનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ છે. જેથી ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થવાની અને ઠંડા પવનો ફૂંકાવવાની શક્યતા જોવામાં આવી રહી છે. આવતી કાલે 22 તારીખથી ઠંડીનો ચમકારો વધે એવી પણ આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે આગાહી કરતા વાત કરી કે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં વાતાવરણ એકદમ સૂકું રહેવાનું છે. આગામી દિવસમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાઈ તો નવાઈ નહીં. તેમજ આજે ડીસામાં સૌથી ઓછું 15 ડિગ્રી તાપમાન નોધાયું છે. જ્યારે અમદાવાદમાં 20.04 જ્યારે ગાંધીનગરમાં 18.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
શું તમે પણ સોનું-ચાંદી ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? મહાશિવરાત્રી પહેલા મહા ફેરફાર, જાણો આજનો ભાવ
ગઢવી-આહીર વિવાદ સોનલધામ મઢડા પહોંચ્યો, ગિરીશ આપા અને વિક્રમ માડમે ચારણ-આહીર વિશે કહ્યું આવું-આવું
કહેવામાં આવી રહ્યું છે કે પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. તેમજ તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે એવી શક્યતા સેવવામાં આવી રહી છે.