હવામાન વિભાગની મોટી આગાહી, વિદાય સમયે જ મેઘરાજા ધબધબાટી બોલાવશે, આ તારીખમાં આખું ગુજરાત ઘમરોળશે, ભારેથી અતિ ભારે વરસાદ પડશે

Lok Patrika
Lok Patrika
1 Min Read
Share this Article

રાજ્યના વાતાવરણમા ફરી એકવાર પલટો આવ્યો અને મેધરાજાએ અનેક જિલ્લાઓમા એંટ્રી કરી છે. હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમા મેધમહેરની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ‘રાજ્યમાં ફરી અમુક જિલ્લાઓમાં વરસાદ ખાબકશે અને 15 ઓક્ટોબર સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં મેધમહેર જોવા મળશે. બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે આંધ્રપ્રદેશ પર સર્ક્યુલેશન સક્રિય થયું છે.

આ અસરને કારણે ગુજરાતમાં 15 ઓક્ટોબર સુધી સામાન્ય વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ખેડૂતો આ આગાહી બાદ ચિંતામા મૂકાયા છે. આ માવઠાને કારણે ડાંગર અને કેળાના પાકને નુકસાન થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં છૂટોછવાયો વરસાદ રહેશે.

મળતી માહિતી મુજબ ગઇકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી જેમા રાજકોટ, અમદાવાદ, નડિયાદ, ખેડામા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. રાજકોટના મવડી ચોકડી, નાનામૌવા સર્કલ, KKV ચોક, ઇન્દિરા સર્કલ અને નાણાવટી ચોકમાં વરસાદ નોંધાયો છે. નડિયાદમા શહેર તેમજ ઉત્તરસંડા, ડભાણ, ગોતાલ, મરીડા અને બીજ ટુંડેલમાં વરસાદ, ડાકોરમાં વરસાદ, કાલસર, નેશ ધુણાદરા અને રખિયાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, ઠાસરા સહિત રાજ્યના ઘણા વિસ્તારોમા મેધરાજાએ ધમાકેદાર એંટ્રી કરી હતી.


Share this Article