હાલ ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામ્યો છે, ગરબાની ધૂમ મચી રહી છે. નવરાત્રીની ઉજવણી વચ્ચે આણંદના તારાપુરમાંથી એક દુખદ અને ચોંકાવનાર સમાચાર સામે આવ્યા છે. તારાપુરમાં ગરબા દરમિયાન એક યુવકનુ મોત થતા શોક છવાઈ ગયો છે. લાઈવ મૃત્યુનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી મુજબ તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં ગરબા મહોત્સવ દરમિયાન રાસ્ગરબાની રમજટ બોલી રહી હતી. મોજના માહોલ વચ્ચે એક યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો. આ બાદ યુવક્ને તાત્કાલિક સ્થાનિક લોકો હોસ્પિટલમાં લઈ જવા દોડયા પણ રસ્તામા જ આ યુવકનુ મોત થઈ ગયુ હતુ.
આ યુવક્નુ નામ વિરેન્દ્રસિંહ રાજપૂત છે અને તે ગત 30 તારીખે રાત્રીએ નવરાત્રી મહોત્સવમા ગરબા રમી રહ્યો હતો. ચાલુ ગરબામાં જ વિરેન્દ્રસિંહ ઢળી પડ્યો અને મોત થયુ. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા લાઈવ મોતના વીડિયામાં વાયરલ થયો છે. સમગ્ર તારાપુર પંથકમા યુવકના મોતના સમાચાર બાદ ઘેરા શોકની લાગણી પ્રવતી છે.