ગીર સોમનાથમાં બન્યો આખા ગુજરાતને શર્મસાર કરતો કિસ્સો, વિદ્યાના ધામમાં જ વિદ્યાર્થીની સાથે કર્યું ન કરવાનું કામ

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

Gujarat News : ઉનાના મોટા ડેસર ગામે શિક્ષક (Teacher) દ્વારા વિદ્યાર્થિની સાથે અડપલાં કરવાનો મામલો સામે આવ્યો છે, શાળામાં રાખવામાં આવેલી ફરિયાદ પેટીમાંથી ચિઠ્ઠીઓ મળી આવી હતી. આ પેટી દ્વારા વિદ્યાર્થિનીઓએ રજૂઆત કરી હતી. ત્યારે શાળા તંત્રએ આ લંપટ શિક્ષકને તાત્કાલિક સીમર ટ્રાન્સફર ( Seamer transfer) કર્યો છે, અને તપાસના આદેશ આપ્યાં છે.

 

મળતી માહિતી પ્રમાણે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાનું મોટા ડેસર ગામ કે જ્યાં એક શિક્ષકે જ વિદ્યાર્થિની સાથે અડપલાં કર્યાનો કિસ્સો સામે આવ્યો છે. તેના કારણે આખા ગામમાં આ શિક્ષક પર રોષ ફેલાયો છે. આ પહેલાં પણ સરકારી શાળાઓમાં વિધાર્થિનીઓ અથવા શિક્ષિકાઓ સાથે આવા બનાવો સામે આવ્યાં હતાં, ત્યારે આ સમગ્ર મામલે ઉના તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી છે. ગામ લોકો એ માંગ કરી છે કે, આ શિક્ષક સામે આકરામાં આકરા પગલાં લેવામાં આવે અને તેને  કડક સજા ફટકારવામાં આવે.

 

 

શું ભારતમાં 500 રૂપિયાની નોટ અને આધારકાર્ડ બંધ થઈ જશે?? ઘણા લોકોને આવ્યા મેસેજ, પરંતુ હકીકત કંઈક અલગ છે

ટામેટા પછી ડુંગળી તમને પાક્કું રડાવશે, દેશના સૌથી મોટા જથ્થાબંધ બજારમાં ભાવમાં સીધો ડબલ વધારો, જાણો નવા ભાવ

ફરીથી આકાશમાંથી તોફાન વરસશે, 15 ઓગસ્ટ સુધી ગુજરાત સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ

 

બીજી તરફ શિક્ષણ વિભાગને આ સમગ્ર મામલે જાણ થતા ઉના તાલુકા શિક્ષણ અધિકારી મોટા ડેસર પહોંચ્યા હતા. તાલુકા શિક્ષણ અધિકારીના જણાવ્યા મુજબ, ડેસર ગામેથી શિક્ષકને લાંછન લગાડવાના કિસ્સાની જાણ ગામ લોકો દ્વારા કરવામાં આવી છે, એટલું જ નહીં, શાળામાં રાખેલા ફરિયાદ બોક્સમાં પણ શિક્ષક વિરુદ્ધ ફરિયાદો મળી છે. જેના કારણે જિલ્લા શિક્ષણ અધિકારી અને ડીડીઓને જાણ કરવામાં આવી છે, અને આ સમગ્ર મામલે શિક્ષકની સીમર બદલી કરી તપાસ શરૂ કરવામાં આવી છે.

 


Share this Article