મહા વાવાઝોડાએ તો પથારી ફેરવી, પાટણમાં આવેલ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ પાણીમાં ડૂબી ગયો

Desk Editor
By Desk Editor
Share this Article

Gujarat Weather Forecast : પાટણ શહેર સહીત જિલ્લા માં હવામાન વિભાગ ની આગાહી ને પગલે છેલ્લા બે દિવસ થી અનરાધાર વરસાદ વર્ષી રહ્યો છૅ જેને લઇ જન જીવન પ્રભાવિત બનવા પામ્યું છૅ. સતત વરસાદ ને લઇ નીચાણ વાળા વિસ્તાર માં પાણી ગરકાવ થઇ જતા રાહ દારીઓ અને વાહન ચલાકો ને ભારે હાલાકી નો સામનો કરવા નો વારો આવ્યો છૅ, તો પાટણ માં વરસાદ ને લઇ ખાલકશા પીર વિસ્તાર ના નીચાણ વાળો હોઈ પાણી ભરાઈ જતા આ વિસ્તાર ની 20 થી વધુ સોસાયટી ના લોકો ને અવર જવર કરવી પણ મુશ્કેલ બનવા પામ્યું છૅ.

તીવ્ર વાવાઝોડાએ કચ્છમાં વિનાશ વેર્યો છે, અને ડીપ ડિપ્રેશન બની રાજસ્થાન તરફ તબાહી મચાવી રહ્યો છે. આ વાવાઝોડાની ભારે અસર ગુજરાતમાં વર્તાઇ રહી છે, અને લગભગ રાજ્યભરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભારે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાટણમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. ધોધમાર વરસાદને કારણે એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાઈ ગયો છે.

પાટણમાં સાંતલપુરના ચારણકા ગામે આવેલો સોલાર પ્લાન્ટ વરસાદી પાણીમાં ડૂબી ગયો છે. સતત 2 દિવસથી ભારે પવન સાથે વરસાદને લીધે સોલાર પ્લાન્ટમાં કરોડોનું નુકસાન થયું છે. કંપનીમાં 15 મેગા વોલ્ટના સ્ટેશનમાં વરસાદી પાણી ભરાવાથી ભારે નુકસાન થયું છે. ખુબ ભારે વરસાદને લઈ એશિયાનો સૌથી મોટો સોલાર પ્લાન્ટ બેટમાં ફેરવાઈ ગયો છે.

મહા વાવાઝોડાંએ કચ્છમાં કેટલું નુકસાન કર્યું? આજે ખુદ ગૃહમંત્રી અમિત શાહ ચેક કરશે, જાણો ગુજરાતનો સંપૂર્ણ કાર્યક્રમ

ગુજરાત સરકાર થઈ મહેરબાન, વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારો માટે કરવામાં આવી મોટી જાહેરાત, રોકડા પણ આપશે

કચ્છ અને દ્વારકામાં NDRFની કામગીરી જોઈ રાજીના રેડ થઈ જશો, જીવની જરાય ચિંતા વગર 70 લોકોનું દિલધડક રેસ્ક્યૂ કર્યું


Share this Article