હાર્દિક પંડ્યાએ ગાયું શ્રીલંકાનું રાષ્ટ્રગીત, સોશિયલ મીડિયા લોકો ઓળઘોળ થઈ ગયા

ભારતીય ટીમે શ્રીલંકા સામે ટી-૨૦ સિરીઝનો પ્રારંભ જીત સાથે કર્યો. રવિવારે રમાયેલી સિરીઝની પ્રથમ મેચમાં ભારતે ૩૮ રને જીત મે‌ળવી હતી. ભારતીય ટીમે વિજય મેળવી ભારતીય ક્રિકેટ ફેન્સનું દિલ જીતવાની સાથે મેચ પહેલાં ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ કંઇક એવું કર્યું જેનાથી શ્રીલંકન ફેન્સ પણ ખુશ થઈ ગયા હશે.

મેચની શરૂઆત પહેલાં જ્યારે બંને ટીમો મેદાન પર હતી ત્યારે બંને દેશોના રાષ્ટ્રગીત ગવાઈ રહ્યા હતા ત્યારે કેમેરાની નજર હાર્દિક પંડ્યા પર અટકી હતી. ભારતીય ઓલરાઉન્ડર શ્રીલંકાનું રાષ્ટ્રગીત ગણગણી રહ્યો હતો. હાર્દિક પંડ્યાની આ વાતની સોશિયલ મીડિયામાં જોરદાર પ્રશંસા થઈ. બંને દેશના લોકોએ હાર્દિક પંડ્યાના આ પ્રયાસની પ્રશંસા કરી હતી.

Translate »