ભાજપના નેતાઓ પણ જબરા પાવરવાળા, રાતના અંધારામાં તોડી પાડ્યા બે મંદિરો, હવે ચારેકોર વિરોધ જ વિરોધ

વડોદરામા આવેલા હેવમોર સર્કલ અને મલ્હાર પોઈન્ટનું મંદિર VMC દ્વારા તોડી પડાતા હવે ભારે હોબાળો મચ્યો છે. જ્યારે બીજી તરફ VMCનુ કહેવુ છે કે બ્રિજમાં નડતરરૂપ થતા હોવાથી આ મંદિર પાડવામા આવ્યા છે. આ મંદિર ગુરૂવારે રાતે પાડી નાખવામા આવ્યા છે. આ અગાઉ પણ VMCના BJPના શાસકોએ બ્રિજની કામગીરીની આડમાં GEB પાસે આવેલા હનુમાન મંદીરને હટાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેનો વિરોધ થયો હતો જે બાદ કામગીરી બંધ રાખવામા આવી હતી.

મંદિર તોડી પાડાયુ હોવાની જાણ થતા જ સમગ્ર શહેરમાં તંત્ર સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.આ સાથે હિન્દુ અગ્રણી સહિત કરણી સેનાએ આગળ આવી હનુમાનજીની દેરી સહિત ત્રણ દેરી તોડાઇ હોવાનો આક્ષેપ VMC પર કર્યો હતો.

Translate »