અમેરિકા, યુરોપ પ્રતિબંધો લાદશે તો ક્રૂડ ઓઈલની કિંમત જશે પ્રતિ બેરલ $300, રશિયાએ આપી દીધી સૌથી મોટી ધમકી

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદનો હજુ સુધી કોઈ અંત આવ્યો નથી. આ વચ્ચે રશિયાએ યુક્રેનને સહાય કરનારા દેશોને મોટી ધમકી આપી દીધી છે. જો અમેરિકા, યુરોપ રશિયન ક્રૂડ ઓઈલની આયાત પર પ્રતિબંધ લાદશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત 300 ડોલરની સપાટીને સ્પર્શી શકે છે. આ અન્ગે રશિયાના નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે ચેતવણી આપી છે.

તેમણે કહ્યુ છે કે યુક્રેન પર રશિયાના હુમલાના પગલે રશિયન તેલની આયાત પરના પ્રતિબંધોના “વિનાશક” પરિણામો આવશે. ક્રૂડ ઓઈલના ભાવમાં અણધાર્યો વધારો થશે, પરંતુ પ્રતિ બેરલ $300 કે તેથી વધુનો વધારો પણ થઈ શકે છે. આ સાથે એલેક્ઝાન્ડર નોવાકે કહ્યું કે યુરોપિયન બજારમાં રશિયન તેલને ઝડપથી બદલવું “અશક્ય” નથી. આમાં એક વર્ષથી વધુ સમય લાગશે અને યુરોપિયન ગ્રાહકો માટે તે ખૂબ ખર્ચાળ હશે.

આગળ વાત કરતા નોવાકે કહ્યું કે “યુરોપિયન રાજકારણીઓએ પ્રમાણિકપણે તેમના નાગરિકો, ગ્રાહકોને ચેતવણી આપવી જોઈએ કે તેઓ શું રાહ જોઈ રહ્યા છે. ગેસ સ્ટેશનો પર વીજળીની કિંમતો આસમાને જશે.” રશિયન તેલ પર પ્રતિબંધોની વાતો “અસ્થિરતા પેદા કરે છે અને ગ્રાહકોને ભારે નુકસાન પહોંચાડે છે.” તેમણે ઉમેર્યું હતું કે નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન પ્રોજેક્ટ પર રોક લગાવવાના બદલામાં, રશિયા નોર્ડ સ્ટ્રીમ 1 પાઇપલાઇન દ્વારા સપ્લાય બંધ કરી શકે છે.

આ સિવાય નોવાકે એ પણ સ્પષ્ટ કર્યુ છે કે “અમે હજુ સુધી તે નિર્ણય લીધો નથી. આનાથી કોઈને ફાયદો થશે નહીં. જો કે, યુરોપિયન રાજકારણીઓ રશિયા સામે તેમના નિવેદનો અને આક્ષેપો સાથે અમને તેના પર દબાણ કરી રહ્યા છે. જો રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધને અટકાવે નહીં તો ક્રૂડ ઓઈલની કિંમતમાં વધુ વધારો થઈ શકે છે, જે ભારતની મુશ્કેલીમાં વધારો કરશે. રશિયા વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે.

મળતી માહિતી મુજબ રશિયા તેના 35થી 40 ટકા ક્રૂડ ઓઈલ યુરોપને સપ્લાય કરે છે. ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ પણ ખરીદે છે. વિશ્વમાં સપ્લાય થતા 10 બેરલ તેલમાં એક ડોલર રશિયાથી આવે છે. આવી સ્થિતિમાં કાચા તેલના પુરવઠામાં વિક્ષેપના કારણે કિંમતો વધુ વધી શકે છે. અત્યારે રશિયાના 66 ટકા ક્રૂડનો કોઈ ખરીદનાર નથી.

Translate »