બનાસકાંઠામાં લમ્પી વાયરસે સૌથી વધુ હાહાકાર મચાવ્યો, 200 ગાયોના મોત તો 700થી વધારે હજુ જીવન-મરણ વચ્ચે ખાઈ રહી છે ઝોલા

એશિયામાં સૌથી વધુ દૂધનું ઉત્પાદન કરતા જિલ્લા બનાસકાંઠામાં ૮૦ ટકા લોકો પશુપાલનના વ્યવસાય સાથે જાેડાયેલા છે. ત્યારે ગૌવંશમાં વકરેલા લમ્પી વાયરસને લઇને બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની હાલત ગંભીર બની છે. બનાસકાંઠાના મગરવા ગામે ૭૦૦ ગાયો સંક્રમિત બની છે એટલું જ નહીં અત્યાર સુધીમાં ૨૦૦ જેટલી ગાયોના મોત થયા હોવાનું પણ ગામ લોકો જણાવી રહ્યા છે.

બીજી તરફ સતાવાર મોતના આંકડાઑમાં ભિન્નતા જાેવા મળતી હોવાની પણ ગ્રામજનોમાં રાવ ઉઠી છે. મહત્વનું છે કે રસીકરણ અભિયાન સરકાર દ્વારા શરૂ કરાયું હોવા છતાં રોજ ૫ થી ૭ પશુઓના મોત થઇ રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. વધુમાં પન ગામમાં પણ રોજના પાંચથી સાત જેટલા પશુઓના લમ્પી વાયરસને કારણે મૃત્યુ થાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી લમ્પી વાયરસના કેસોમાં વધારો થતા ટપોટપ ગાયોના મોત થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં પણ લમ્પી વાયરસના કારણે મોટી સંખ્યામા પશુઓ મોતને ભેટ્યા છે.

સામે પક્ષે સરકારના ચોપડે ફક્ત ૫૦ થી ૫૫ પશુઓના જ મોત થયાનો ઉલ્લેખ હોવાનું લોકો જણાવી રહ્યા છે. પશુપાલકોનું કહેવું છે કે વાયરસ માટે હાલ બનાસ ડેરી દ્વારા રસીકરણ કરવામાં આવી રહ્યું છે. પશુઓને રસીઓ આપી છતાં પણ હજી દિવસેને દિવસે ગાયોના મોતનો આંકડો વધી રહ્યો છે. ડેરી દ્વારા રસી આપવા છતાં ગાયોમાં આ રોગમાં કોઈ સુધારો આવી નથી રહ્યો જેના કારણે પશુઑને જીવથી પણ વ્હાલાઆ પશુઑને મોતના મુખમાં ધકેલાતા જાેવાનો વારો આવ્યો છે.

મગરવાના ખેડૂત કાળાભાઈ સાધુના ઘરે એકી સાથે પાંચ ગાયોના મોત નિપજતા તેમની માથે દુખનો પહાડ તૂટી પડ્યો છે. ઊછી ઉધારા કરીને ગુજરાત ચલાવવા માટે ૧૦ જેટલા પશુઓ બાંધ્યા હતા પણ આ વાયરસનો કહેરમા ૬ જેટલી ગાયો મોતને ભેટી છે હાલ તેમની પાસે ચાર જેટલા પશુઓ છે પણ તેમાંથી બે પશુઓને હાલ પણ સંક્રમિત થયેલા છે.

એટલે કે એક જ ખેડૂતને પાંચથી સાત લાખનો નુકસાન આવતા કંગાળ થઈ ગયા છે આ પરિવાર હાલ લાચાર બનીને બેઠો છે અને સરકાર સમક્ષ રાહતનો ખોળો પથર્યો છે. મગરવા ગામ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલું હોવાના કારણે રાજસ્થાનથી આ વાયરસની શરૂઆત થઈ હતી જેના કારણે સૌથી વધુ અસર આ ગામના પશુઓને થઈ રહી છે અહીંના પશુપાલકોનું કહેવું છે કે સરકાર દ્વારા ત્વરિત આ રોગ અને નાથવા માટે કંઈક દવા સુધી આપે જેથી તેમના મોંઘા ભાવના પશુઓને તેઓ બચાવી શકે.

Translate »