ભાજપે માર્યો મોટો ઘા, ગુજરાતની ચૂંટણી માટે મતદાન કરવા USથી આવશે 1 લાખ લોકો, હજારો લોકો પ્રચાર કરવા પણ આવશે

Lok Patrika
Lok Patrika
2 Min Read
Share this Article

ચૂંટણીમાં જીતવું કોને ન હોય… ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે. બધી પાર્ટી પોતાની રીતે મત મેળવવા માટે કવાયત હાથ ધરી દીધી છે. ત્યારે ચૂંટણીમાં જીતની રણનીતિમાં માહેર અને એક-એક વોટનું મહત્વ જાણતી ભાજપની નેતાગીરીએ હવે NRI માટે પણ એક જબરદસ્ત યોજના કરી રહી છે. વિદેશમાં ભાજપ વિચારધારાનો વિસ્તાર અને સમર્થન કરતું ઓવરસીસ ફ્રેન્ડસ ઓફ બીજેપી સંગઠન પણ કાર્યરત છે. આ સંગઠનના સભ્યો અને સમર્થકો દ્વારા હાલ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ગુજરાતમાં આવી રહ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે.

મળતી વિગતો અનુસાર આ વખતે ચૂંટણી ડિસેમ્બરમાં થવાની હોવાથી અમેરિકાથી આશરે 1 લાખથી વધુ વોટર્સ ભારત મતદાન કરવા આવવાના છે. દેશની સરહદો વટાવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગવું મહત્વ છે. હવે દેશ-વિદેશમાં ભારતનો અને ભારતની પ્રજાનો વધતો પ્રભાવ એનઆરઆઈ ભારતીયોને પણ સ્થાનિક ચૂંટણીમાં રસ દાખવતા કર્યા છે. અમેરિકાના લોસ એન્જલસના અગ્રણી ઉદ્યોગકાર અને લેબોન હોસ્પિટલિટી ગૃપના ચેરમેન યોગી પટેલે આ અંગે વિગતે વાત કરી છે.

યોગી પટેલે વાત કરી કે ગુજરાતની આ ચૂંટણીમાં તેઓ અને તેમના ગૃપના સભ્યો દક્ષિણ ગુજરાત અને ચરોતર પ્રદેશમાં પ્રચાર અર્થે આવવાના છે. નરેન્દ્રભાઈ મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ વિદેશમાં ભારતીય અને ખાસ કરીને ગુજરાતીજનોનો પ્રભાવ ખૂબ વધ્યો છે. વિદેશમાં ભારતીયોનો વેપાર કરવો પણ સરળ બન્યો છે. ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત બની છે. તેમજ વ્યાપાર ઉધોગ સહિત ગ્રામ્ય કક્ષાએ પણ થયેલા વિકાસ અભૂતપૂર્વ જણાઈ રહ્યો છે. અમે 2000થી વધુ લોકો આવતા અઠવાડિયે ગુજરાત પ્રચાર અર્થે આવવાના છે. તેમજ એક લાખથી વધુ ગુજરાતીઓ ચૂંટણી પહેલા પોતાના વતન પહોંચી વોટ કરશે. આ વાત બહાર આવ્યા બાદ કોંગ્રેસ અને આપ પાર્ટીમાં પણ એક ફફડાટ જોવા મળી રહ્યો છે કે આખરે આટલા મત કવર કરવા અઘરા છે.


Share this Article