તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં ફટાકડાની બે ફેક્ટરીમાં વિસ્ફોટ, 13 લોકોના મોત

Lok Patrika Reporter
By Lok Patrika Reporter
Share this Article

India News: તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં મંગળવારે (17 ઓક્ટોબર) બે અલગ-અલગ ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતાં 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ આગ વિસ્ફોટના કારણે લાગી હતી.પ્રથમ અકસ્માત તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના રંગપાલયમ સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં થયો હતો. બીજી ઘટના કમ્માપટ્ટી ગામમાં બની હતી.

સમાચાર એજન્સી પીટીઆઈએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે પોલીસ, ફાયર બ્રિગેડ, બચાવ સેવાના કર્મચારીઓ અને સ્થાનિક લોકોએ મળીને આગ ઓલવવાનો અને પીડિતોને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.અધિકારીએ કહ્યું કે પોલીસને શંકા છે કે માર્યા ગયેલા મજૂરો હોઈ શકે છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે. આમાં તમે જોઈ શકો છો કે તેને ઓલવવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ફેક્ટરીમાંથી સતત ધુમાડો નીકળી રહ્યો છે.

હવે વરસાદ ખાબકશે કે કેમ? બાકીના નોરતામાં હવામાન કેવું રહેશે? નવરાત્રિમાં જાણો હવામાન વિભાગની નવી આગાહી

નવરાત્રિ પર સોનું 9000 અને ચાંદી 14683 રૂપિયા મોંઘી થઈ, ખરીદી કરતા પહેલા જાણી લો નવા ભાવો

500 રૂપિયાની નોટનો ‘તાજમહેલ’, 64 કિલો સોનુ, 400 કિલો ચાંદી… જાણો ક્યાંથી મળ્યું આ બધું અને શું છે કારણ?

એમકે સ્ટાલિને શું કહ્યું?

ઈન્ડિયન એક્સપ્રેસે તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિનને ટાંકીને કહ્યું કે તેમણે જીવ ગુમાવનારા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. સાથે જ ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.


Share this Article