ભારતમાં મહેમાનોને ભગવાનનું રૂપ કહેવાય છે. ઘરે આવેલા મહેમાનોનું સારી રીતે સ્વાગત કરવામાં આવે છે. ત્યારે એક ભારતીય પરિવારે જમાઈનું એવી રીતે સ્વાગત કર્યું કે હવે આ સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર છવાઈ ગઈ છે. આપણે બધા જાણીએ જ છીએ કે ભારતમાં કોઈપણ તહેવાર હોય કે પ્રસંગ, લોકો એકસાથે ઉજવણી કરે છે. વૈવિધ્યપૂર્ણ એવા આપણા દેશમાં એક એવો પણ રિવાજ છે કે જમાઈની સારી રીતે આગતાસ્વાગતા કરવામાં આવે છે.
રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના આંધ્રપ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના નરસાપુરમની છે. અહીં એક પરિવારે ઉત્તરાયણના તહેવાર નિમિત્તે જમાઈને શાહી ભોજન કરાવ્યું. જમાઈને પીરસવામાં આવેલા આ ભોજનમાં ૩૬૫ પ્રકારની ડિશ સામેલ હતી. રિપોર્ટ્સ મુજબ, તેલુગુ પરંપરામાં વાર્ષિક ફસલ ઉત્સવ (મકરસંક્રાંતિ) પર જમાઈને ઘરે બોલાવાની પ્રથા છે. ત્યારે આ પરિવારે પણ ઉત્તરાયણ પર જમાઈને ઘરે આમંત્રિત કર્યા અને તેમને વિવિધ પ્રકારના પકવાન પીરસ્યા હતા.
જમાઈને પીરસવામાં આવેલા આ ભોજનમાં અલગ-અલગ પ્રકારની ૩૦ કરી, ભાત, બિરયાની, વિવિધ પ્રકારની આધુનિક અને પારંપરિક ૧૦૦ મીઠાઈઓ તેમજ ગરમ-ઠંડા કોલ્ડડ્રિંક્સ, પેસ્ટ્રી, આઈસ્ક્રીમ, બિસ્કિટ, ફળ, કેક વગેરે સામેલ હતા. આ ભવ્ય પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં વરરાજા અને કન્યાના પરિવારના સભ્યોએ પણ હાજરી આપી હતી. એવું પણ જાણવા મળી રહ્યું છે કે આ કપલ હવે તહેવાર પછી લગ્ન કરશે.
આ મામલો બ્રિટનનો છે. તે મહેમાને ‘રેડિટ’ પર ખુલાસો કરતા જણાવ્યું છે કે મને વધુ પૈસા આપવા માટે જણાવાયું હતું કારણકે મેં લગ્નના રિસેપ્શનમાં કેકનો એક્સ્ટ્રા ટુકડો ખાઈ લીધો હતો. દુલ્હને મહેમાન પાસેથી કેકના વધારાના ટુકડાના ૩૬૭ રૂપિયા માગ્યા હતા. લગ્નપ્રસંગના થોડા દિવસો બાદ વરરાજાએ તે મહેમાનને મેસેજ કરીને પૈસાની માગ કરી હતી. આ કપલે ગેસ્ટ સીસીટીવી ફૂટેજમાં જાેયું હતું કે લગ્નપ્રસંગમાં તે મહેમાને કેકનો વધારાનો એટલે કે એક્સ્ટ્રા પીસ લીધો હતો. કપલે તે મહેમાનને ગેસ્ટ સીસીટીવી ફૂટેજ મોકલતા જણાવ્યું હતું કે અમે સીસીટીવી ફૂટેજ જાેતા હતા ત્યારે જાેયું કે તમે કેકના ૨ ટુકડા લીધા હતા.