જેએનયુ કેમ્પસમાં પીએચડીની વિદ્યાર્થિની પર રેપના પ્રયાસથી હલચલ મચી ગઈ છે. મળતી વિગતો પ્રમાણે પોલીસ પણ આ ઘટના બાદ સ્થળ પર પહોંચી હતી.પોલીસનુ કહેવુ છે કે, ગઈકાલે મધરાત બાદ જેએનયુ કેમ્પસમાં વિદ્યાર્થિની સાથે બાઈક પર આવેલા યુવકે છેડછાડ કરી હતી અને તેનો ફોન પણ છીનવી લીધો હતો. વિદ્યાર્થિનીએ જયારે બૂમાબૂમ કરી ત્યારે આરોપી યુવક બાઈક પર નાસી ગયો હતો.પોલીસે હવે વિદ્યાર્થિનીની ફરિયાદના આધારે તપાસ શરુ કરી છે.
દરમિયાન જેએનયુ વિદ્યાર્થી સંગઠન દ્વારા આ ઘટનાના વિરોધમાં દેખાવો કરવાની જાહેરાત થઈ છે.વિદ્યાર્થી સંગઠનનો આરોપ છેકે, કેમ્પસમાં રેપનો પ્રયત્ન થયો હતો અને બાર કલાક બાદ પણ પોલીસે કોઈ એક્શન નથી લીધા.યુનિવર્સિટી દ્વારા પણ કોઈ નિવેદન આપવામાં આવ્યુ નથી.તેનો વિદ્યાર્થીઓ વિરોધ કરશે.